12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં જોવા મળી હજારો ભાવિકોની ભીડ

  • ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં જોવા મળી હજારો ભાવિક ભક્તોની ભીડ
  • હજારો ભાવિક ભક્તો ઉમટી પડતા થઇ ધક્કા મુક્કી
  • જાનહાનીની મોતી દુર્ઘટના બનતા ટળી
  • ભૂતકાળમાં અહીંયા ધક્કા મુક્કી અને ભાગદોડની બની ચુકી છે ઘટનાઓ

ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે થયેલી ધક્કા મુક્કી બાદ ભાગદોડ મચી ગઈ હતી. જેમાં સંખ્યાબંધ મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ આવ્યા છે.જોકે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે.

કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ફરી ભાવિકોને દર્શન માટે એન્ટ્રી આપવામાં આવી છે. સોમવારે શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા પહોંચ્યા હતા અને મંદિરના કપાટ જેવા ખુલ્યા હતા કે, લોકોએ એક સાથે દર્શન માટે ધસારો કરતા ભાગદોડ મચી હતી.મંદિરમાં ધક્કા મુક્કીની સ્થિતિ સર્જાઈ ત્યારે પુરુષો, મહિલાઓ અને બાળકો પોતાને સંભાળી શક્યા નહોતા અને ઘણા લોકો પડી ગયા હતા. દર્શનની સુવિધા પડી ભાંગી છે તેવુ જોયા બાદ મંદિરમાં તૈનાત પોલીસ અને સુરક્ષા ગાર્ડોએ સ્થિતિને મહામહેનતે સંભાળી હતી.ભૂતકાળમાં અહીંયા ધક્કા મુક્કી અને ભાગદોડની ઘટનાઓ બની ચુકી છે અને ભાવિકોએ જીવ પણ ગુમાવ્યા છે. દર્શન કરીને બહાર આવેલા લોકોએ કહ્યુ હતુ કે, દર્શન કરવા માટે સીએમ શિવરાજસિંહ, પૂર્વ સીએમ ઉમા ભારતી સહિતના વીઆઈપી આવ્યા હતા અને તેમના કારણે ભીડ વધી ગઈ હતી. સુરક્ષા ગાર્ડ થોડા સમય માટે બેકાબૂ ભીડને સંભાળી શક્યા નહોતા અને સ્થિતિ વણસી હતી.સોશિયલ મીડિયા પર તેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં હજારો લોકો મંદિરમાં ઘૂસતા જોવા મળી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: