12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

દેશમાં કોરોનાની ત્રીજી રસીને મળી મંજુરી

  • દેશમાં કોરોનાની ત્રીજી રસીને મળી મંજુરી
  • ભારતે રશિયાની Sputnik -Vને આપી મંજૂરી,
  • કોવેક્સિન અને કોવિશીલ્ડ બાદ ભારતને મળી ત્રીજી રસી
  • ટૂંક સમયમાં Sputnik -V નો ઉપયોગ કરવામાં આવશે શરૂ

દેશમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં ત્રીજી કોરોના રસીને મંજુરી આપવામાં આવી છે. રશિયાની સ્પુતનિક –વીને ભારત સરકારે મંજુરી આપી છે, આમ કોવેક્સીન અને કોવીશિલ્ડ બાદ ત્રીજી રસી ભારતીયો માટે ઉપલબ્ધ બની છે,

દેશમાં સતત વધી રહેલા કોરોનાના આંતક વચ્ચે ભારતીયો માટે એક રાહતના સમાચાર આવ્યા છે.દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ભારત સરકારે રસી ઉત્સવ શરુ કર્યો છે. ત્યારે સોમવારે ભારતને વધુ એક કોરોના વેક્સિન ઉપલબ્ધ થવા પામી છે. કોરોના વેક્સિન પર કામ કરી રહેલ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ રશિયાની સ્પુતનિક વી વેક્સિનને સોમવારે મંજૂરી આપી હતી.સ્પુતનિક વેક્સિનના ટ્રાયલ ડેટા સરકારને આપવામાં આવ્યા છે.દરમિયાન સ્પુતનિક વેક્સિને હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબ સાથે કરાર પણ કર્યા છે .ડૉ. રેડ્ડી લેબોરેટરીએ દેશભરમાં વેક્સિનનું પરીક્ષણ પણ કર્યું છે. આમ કોવેક્સીન અને કોવીશિલ્ડ બાદ ત્રીજી રસી ભારતીયો માટે ઉપલબ્ધ બની છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાના કહેર વચ્ચે રશિયાએ કોરોના સામે અસરકારક રસી વિકસાવવાનો દાવો કરી તેનું પરીક્ષણ કર્યું હતું અને તેનો પ્રથમ ડોઝ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જ લીધો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: