* વોર્ડ નંબર 3મા જેસીબી મશીનના કામકાજ બાબતે સભ્ય રણછોડ ભાઈ રાઠોડે કરી પ્રમુખ સાથે ઉગ્ર બોલાચાલી
* આમોદના ભાજપના વોર્ડ ન.3ના સભ્ય એ જાહેરમા પ્રમુખની બિભત્સ વાણીથી કાઢી ઝાટકણી
* છેલ્લા 12વર્ષ પછી ભાજપે સત્તા હાંસલ કરી પરંતુ અણઘડ વહીવટને લઈને વારંવાર સભ્યો સાથે આવા દ્રશ્યો સર્જાય છે
ગત રોજ તા.02/3/2022ના રોજ આમોદ નગર પાલિકા માં ભાજપના પ્રમુખની સત્તાને એક વર્ષ પૂર્ણ થવા છતાં કોઈ પણ ગ્રાન્ટનું કામ હાથ પર ધરાયું નથી.આમોદના નગરજનો ગંદકી તેમજ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટો અને ગટર સહિત પાલિકા થી મળતા પાયાના લાભો થી વંચિત હોવાના વારંવાર આક્ષેપો થતા આવ્યા છે. ઘણા સમયથી નગરમા લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે આવા અણઘડ વહીવટ થી ક્યારે છુટકારો મળશે? ત્યારે સોશિયલ મીડિયા માં પ્રમુખ સાથે સભ્યનો ગાળા ગાળી કરતો એક વીડિયો વાયરલ થયો છે.


વોર્ડ નંબર 3મા જેસીબી મશીનના કામકાજ બાબતે સભ્ય રણછોડ ભાઈ રાઠોડે પ્રમુખ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, આમોદના ભાજપના વોર્ડ ન.3ના સભ્ય એ જાહેરમા પ્રમુખની બિભત્સ વાણીથી ઝાટકણી કાઢી છે, આમોદ નગર પાલીકાના ભાજપના પ્રમુખ મહેશ ભાઈ પટેલ સાથે તેમનાજ વોર્ડના સભ્ય રણછોડભાઈ રાઠોડે જાહેરમા ગાળા ગાળી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે.


ત્યારે વધુમાં આજે તા.03/2/2022ના રોજ અવિશ્વાસ ની દરખાસ્તની મિટિંગ હોય, જે સદર્ભે પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ખુરશી ખતરામા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ નુ મોવડી મંડળ પ્રજા લક્ષી નિર્ણય લઈ સભ્યો ને આદેશ આપશે કે પછી ધાક પીછોડો કરવામા આવશે તે જોવું રહ્યું.