12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિએ કરી સ્પેસ ટ્રીપ

  • દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિએ કરી સ્પેસ ટ્રીપ
  • એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની પહેલી સફળ અંતરિક્ષ યાત્રા
  • 3 યાત્રિકોની સાથે 11 મિનિટમાં જ પૂર્ણ કર્યું 105 કિમીનું અંતર
  • ન્યૂ શેફર્ડ નામના આ રોકેટની અત્યાર સુધીની 15 ફ્લાઈટ્સ રહી છે સફળ
  • નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન પણ આજ દિવસે ગયા હતા ચંદ્ર પર

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષમાં જઈને પરત ફર્યા છે. બ્લુ ઓરિજિનના શેફર્ડ સ્પેસક્રાફ્ટમાં બેસીને કાર્મેન લાઇન પાર કરી તેઓ ધરતી પર પરત ફર્યા છે. બેઝોસની સાથે ત્રણ યાત્રીઓ ગયા હતા, જેમા સૌથી ઉંમરલાયક ૮૨ વર્ષની વેલી ફ્રેન્ક અને સૌથી નાની વયની વ્યક્તિ હોલેન્ડનો ૧૮ વર્ષનો ઓલિવર ડેમેન હતા.

જેફ બર્ઝોસ સાથે તેમનો નાનો ભાઈ માર્ક બેઝોસ હતો. સૌપ્રથમ અંતરિક્ષ પ્રવાસી બનવાની સિદ્ધિ ભલે તેમના નામે લખાઈ ન હોય, પરંતુ તેમણે બ્લુ ઓરિજિન દ્વારા એક સફળ ઈતિહાસ  રચી દીધો છે. આ સ્પેસ ફ્લાઇટે સ્પેસનો દરવાજો ખખડાવતા ૮૨ વર્ષની વેલી ફ્રાન્ક વિશ્વની સૌથી ઉંમરલાયક અને ૧૮ વર્ષનો ઓલિવર ડેમેન સૌથી નાની વયનો અવકાશયાત્રી બની ગયો હતો. વિશ્વની ટોપ ઈ-કોમર્સ કંપનીઓમાં સામેલ એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ અંતરિક્ષની 11 મિનિટની યાત્રા કરીને ધરતી પર પરત ફર્યા છે. તેઓ ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે લગભગ 6:42 વાગ્યે સ્પેસ ટૂર માટે રવાના થયા છે. તેમની સાથે 3 યાત્રી હતા. જેમાં એક તેમના ભાઈ માર્ક 82 વર્ષના વેલી ફંક અને 18 વર્ષના ઓલિવર ડેમેન સામેલ છે. ઓલિવરે હાલમાં હાઈસ્કૂલ પાસ કરી છે. બેજોસની સાથે સ્પેસમાં જવા માટે કોઈ અણજાણ્યા શખ્સે 28 મિલિયન ડોલરની બોલી લગાવી હતી. તેઓ આ ટ્રિપમાં નહીં જઈ શક્યા તેના બદલે ઓલિવર ગયો હતો.બેજોસ અને તેમની ટીમ જે રોકેટ શિપથી તેઓ સ્પેસમાં ગયા તે ઓટોનોમસ એટલે કે તેમાં પાયલટની જરૂરિયાત નથી. તેના કેપ્સુલમાં 6 સીટ છે પરંતુ તેમાંથી માત્ર 4 ભરવામાં આવશે.ન્યૂ શેફર્ડ નામના આ રોકેટની અત્યાર સુધીની 15 ફ્લાઈટ્સ સફળ રહી છે. જોકે તેમાં હજુ સુધી કોઈ યાત્રીએ સફર કરી ન હતી.રિપોટ્સ મુજબ બેજોસે અંતરિક્ષમાં જવા માટે આ દિવસ એટલા માટે પસંદ કર્યો કેમકે એપોલો 11 સ્પેસશિપ કે જેમાં બેસીને એસ્ટ્રોનોટ્સ નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન આજથી ઠીક 52 વર્ષ પહેલાં 1969માં ચંદ્ર પર પહોંચ્યા હતા.        

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: