24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના ભીતિ મધ્યે શ્રમિકોની વતન વાપસી

  • કોરોનાની બીજી લહેર વર્તાવી રહી છે કાળો કહેર
  • ધંધા અને રોજગાર ઉપર માઠી અસર પડતા સ્થાનિકોને યાદ આવ્યું વતન
  • વતન વાપસીમાં કોરોનાના નિયમોના ઉડી રહ્યા છે ધજાગરા
  • કર્ફ્યું સાથે લોકડાઉનના ભયથી શ્રમિકો અને સ્થાનિકો કરી રહ્યા છે વતન વાપસી

કોરોના સંક્રમણથી સમગ્ર જનતા અને તંત્ર વ્યથિત  છે ઠેરઠેર કેસોમાં જે રીતે  વધારો  થયો છે તેને જોતા હાલતો હોસ્પિટલો સાથે તમામ  મેડીકલ બાબતોની અછત હોય તેવા  દ્રશ્યો નજરે ચઢી રહ્યા છે .   કોરોના  મહામારીની આ બીજી લહેર ખુબજ ઘાતક બની રહી છે . આ કપરી સ્થિતિમાં દેશભરમાં લાખોની માત્રામાં અને ગુજરાતમાં પણ  ૧૨૦૦૦ થી વધુ દૈનિક  કોરોનાના કેસો સામે આવી રહ્યા છે . આ મહામારી એટલા હદે વણસી રહી છે કે  હોસ્પિટલોમાં બેડો ખૂટી રહ્યા  છે , ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે અને ઇન્જેકશનો પણ ખૂટી રહ્યા છે આ વિષમ પરિસ્થિતિ મધ્યે કર્ફ્યું સાથે તંત્ર દ્વારા  કેટલાક નિયમોની કડક અમલવારી   કરાવવામાં આવતી હોવાથી  ધંધા અને રોજગારો  ઉપર પણ માઠી અસર પડી રહી છે. જેના પરિણામે કેટલાય શ્રમિકોની  અને પ્રવાસીઓને હાલત  કફોડી બનવા પામી છે. 

એકબાજુ  કોરોનાનો કહેર અને એકબાજુ ધંધા રોજગારો ઉપર પડી રહેલી માઠી અસરના પરિણામે  શ્રમિકોને પોતાનું વતન પરત ફરવું વધારે ઉચિત લાગી રહ્યું છે.  ગત વર્ષે લોકડાઉન થતા શ્રમિકોને   ખુબજ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો  હતો .અચાનક સરકાર દ્વારા  લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવેતો  ફરીથી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન નાં થાય એ માટે શ્રમિકો અને પ્રવાસીઓ  વતન વાપસી  કરી રહ્યા છે અને કોરોનાની ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડી ટ્રાવેલ્સોમાં   મોટીમાત્રામાં શ્રમિકો અને પ્રવાસીઓ  જતા દેખાઈ રહ્યા છે   .કોરોનાકાળ મધ્યેની આ કપરી પરિસ્થિતિમાં  સરકારને પણ પ્રવાસીઓ અને શ્રમિકો માટે યોગ્ય સુવિધાઓ આપી વતન વાપસી રોકે અને યોગ્ય સુવિધાઓ આપે એ માટે લાઈવ ગુજરાત ન્યુઝ પણ અપીલ કરી રહ્યું છે .

કેમેરામેન સચિન પઢીયાર સાથે રવિ રાઠોડ લાઈવ  ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: