19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

30 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બે મિનિટ માટે થંભી જશે આખો દેશ

  • કેન્દ્ર સરકારે આ અંગે આપ્યા આદેશ 30 જાન્યુઆરીને લઇ કર્યા આદેશ
  • 30 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બે મિનિટ માટે થંભી જશે આખો દેશ
  • 30 જાન્યુઆરી એ દર વર્ષે ‘શહીદ દિવસ’ તરીકે કરવામાં આવે ઉજવણી
  • આ જ દિવસે 1948માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ કરી હતી હત્યા

કેન્દ્ર સરકારે આપેલા આદેશના પગલે 30 જાન્યુઆરીએ 2 મિનિટ માટે આખો દેશ થંભી જશે. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે 1948માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી.અને ગાંધીજી નું નિધન થયું હતું. તેમજ દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે સાથે કામકાજ અને અવર જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે 30 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે.જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. જે જગ્યાએ આવી કોઈ સુવિધા નહીં હોય ત્યાં બીજી કોઈ રીતે સંદેશો પહોંચાડાશે. આ પહેલા દર વર્ષે બે મિનિટનુ મૌન પાળવાનો રીવાજ હતો પણ તેનુ કડકાઈથી પાલન નહોતુ કરાતુ.આ વખતે સરકારે તેના પર દેશવ્યાપી અમલ કરાવવાનુ નક્કી કર્યુ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: