8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મહેસાણાના લાડોલ પોલીસ સ્ટેશનની ગાડીએ સર્જ્યો અકસ્માત

  • મહેસાણાના લાડોલ પોલીસ સ્ટેશનની ગાડીએ સર્જ્યો અકસ્માત
  • વિસનગર-વિજાપુર હાઇવે પર પોલીસની ગાડીએ સર્જ્યો અકસ્માત
  • અકસ્માત દરમિયાન ટ્રેકટર ચાલક થયો ઈજાગ્રસ્ત
  • પોલીસ સ્ટેશનના ડ્રાઇવર સામે સ્થાનિકોએ નોંધાવી અકસ્માત અંગેની ફરિયાદ
  • પોલીસ જીપનો ડ્રાઇવર દારૂનું સેવન ડ્રાઇવિંગ કરતો હોવાનો ફરિયાદી કારચાલકનો દાવો

રાજ્યમાં પોલીસના વાહનો સામાન્ય રીતે કાયદાથી પર રહીને ચાલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પોલીસબેડાને શર્મસાર કરે તેવો વધુ એક ગંભીર અને  બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. લાડોલ પોલીસ સ્ટેશનની પોલીસ જીપના ડ્રાઈવરે બેદરકારી ભર્યું ડ્રાઈવિંગ કરતા એક ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેકટર પલ્ટી મારી કારને અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ આ અકસ્માત દરમિયાન ટ્રેકટર ચાલક પણ ઇજાગ્રસ્ત થતા  સ્થાનિકો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સ્થાનિકોએ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર સામે આ બનાવના પગલે અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લામાં પોલીસના વાહનો સામાન્ય રીતે કાયદાથી પર રહીને ચાલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે આ પ્રકારે વધુ એક ગંભીર બેદરકારી ભર્યો કિસ્સો પોલીસને શરમસાર કરે તે પ્રકારે સામે આવ્યો છે. જેમાં લાડોલ પોલીસ મથકના પોલીસ જીપ ડ્રાઇવર વાહનના મેન્ટેન્સ માટે મહેસાણા MT ડિપાર્ટમેન્ટમાં ગયા  હતા. જે બાદ પરત ફરતા વિસનગર-વિજાપુર રોડ પર રંગાકોઈ તાતોસણ ગામ નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવતા પોલીસ જીપ ટ્રેક્ટરને ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માત દરમિયાન  ટ્રેકટરચાલક રોડ પર પટકાયો હતો. જોકે બનાવને પગલે સ્થાનિકો દોડી આવતા ઇજાગ્રસ્ત ટ્રેકટરચાલકને સારવાર હેઠળ ખસેડી પોલીસને જાણ કરી હતી. જેને લઇ   વિસનગર તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ નિરીક્ષણ કરી અકસ્માતને પગલે રોડ પરનો ટ્રાફિક દૂર કરીને પ્રાથમિક તપાસ કરી હતી. કારચાલક કાંતિભાઈ પટેલના જણાવ્યા મુજબ પોલીસ જીપચાલક રામજીભાઈ ચૌધરી સામે ગફલતભરી રીતે વાહન ચલાવી ટ્રેકટરને ટક્કર મારતા સામેના ચાલકને ઇજાઓ પહોંચાડવા અને ટ્રેકટર કારને અથડાવાના કારણે નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ ફરિયાદી અને સ્થળ પર ઉપસ્થિત લોકોના નિવેદન મુજબ પોલીસ જીપચાલક દારૂના નશામાં હોવાની બાબત સામે આવતા પોલીસે ફરજ પર નશો કરી સરકારી વાહન ચલાવવા મામલે પોલીસ જીપચાલક સામે વધુ કાર્યવાહી મામલે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ મહેસાણા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: