23 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

અમેરિકા ચીન ને ટક્કર આપવા રશિયા બનાવી રહ્યું છે ખતરનાક હથિયાર

  • મહાસત્તા અને ડ્રેગનને ટક્કર આપવા રશિયા બનાવી રહ્યું છે ખતરનાક હથિયાર
  • રશિયા એ આ ખતરનાક જેટને ‘Checkmate’ નામ આપ્યું  
  • ધ્વનિની ગતિથી ડબલ ગતિએ ઉડી શકે છે આ જેટ
  • એક એર શો દરમિયાન ખતરનાક યુદ્ધ વિમાનનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા પુતિન

અમેરિકા તથા ચીનની સામે પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માટે રશિયા  સતત નવા-નવા હથિયાર પણ વિકસિત કરી રહ્યું છે. હવે તેણે એક ખતરનાક બાહુબલી સ્ટીલ્થ ફાઇટર જેટ ને પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. તેણે જેટનું નામ Checkmate રાખ્યું છે. ધ સનના અહેવાલ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાલમાં એક એર શો દરમિયાન જ આ ખતરનાક યુદ્ધ વિમાનનું નિરીક્ષણ કરતા પણ જોવા મળ્યા છે.

આ વિમાન ધ્વનિની ગતિથી ડબલ ગતિએ ઉડી શકે છે. સાથે લક્ષ્યને ખતમ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો પણ ઉપયોગ કરી શકે છે. એર શોમાં નવા લડાકુ વિમાનનો પ્રોટોટાઇલ જોઈ ખુબ ખુશ જોવા મળી રહેલા પુતિને એવું કહ્યુ કે રશિયા વિમાન ક્ષેત્રમાં વિકાસની ખુબ શક્યતા છે.  નિષ્ણાંતોએ માસ્કોની પાસે જુકોવસ્કીના એર શોમાં દેખાડ્યુ કે સ્ટીલ્થ લડાકુ વિમાન અમેરિકાના F-35 લડાકુ વિમાનને ટક્કર આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિમાન દેખાવમાં લોકહીડની F-35 સિરીઝ અને ચીનના  J-31 સ્ટીલ્થ જેટની ડિઝાઇન જેવું પણ લાગી રહ્યું છે. બ્રિટિશ રોયલ નેવીએ પોતાના બે વિમાનવાહક જહાજો માટે અમેરિકા પાસેથી F-35 સિરીઝના એરોપ્લેન પણ ખરીદ્યા છે.  આ સ્ટીલ્થ લડાકુ વિમાનના જારી કરવામાં આવેલા પ્રમોશનલ વીડિયોમાં તિરપાલને હટાવતું પણ જોઈ શકાય છે. સાથે એક અનોખી જાહેરાત દ્વારા પૂછવામાં આવે છે કે તમે મને નગ્ન જોવા માંગો છો. આ સાથે 5મી પેઢીના સુકોઈનો પણ પ્રમોશનલ વીડિયો પણ જારી કરવામાં આવ્યો હતો. જેમાં સુખોઈ તથા બ્રિટનની રોયલ નેવીના HMS ડિફેન્ડર યુદ્ધજહાજને દેખાડવામાં આવે છે. તેમાં સુખોઈ બ્રિટનના HMS ડિફેન્ડરને ખિજવતા કહે છે,  ‘See You’.મહત્વનું છે કે બ્રિટનનું વિધ્વંસક યુદ્ધજહાજ  HMS ડિફેન્ડર પાછલા મહિને ક્રીમિયાની પાસેથી પસાર પણ થયું હતું. જેના પર રશિયાએ ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો. મોસ્કોએ કહ્યું કે, તેના એક યુદ્ધ જહાજે બ્રિટનના શિપ માટે ચેતવણીના શોટ ફાયર કર્યા અને એક યુદ્ધ વિમાને જહાજના રસ્તામાં બોમ્બ વરસાવ્યા હતા. ક્રીમિયા પહેલા યુક્રેનનો ભાગ હતું, જેના પર વર્ષ 2014માં રશિયાએ કબજો કરી લીધો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: