24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

દિલ્લીમાં શરૂ થશે અનલોકની પ્રક્રિયા

  • દેશની સાથે સાથે દિલ્લીમાં ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ
  • કોરોના સંક્રમણ ઘટતા દિલ્લીમાં શરૂ થશે અનલોકની પ્રક્રિયા
  • અનલોક અંગે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

દેશમાં કોરોનાની બીજી લહેરે અનેક લોકોને પોતાના ભરડામાં લીધા છે. કોરોનાને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે કોરોના કેસો વધતા દિલ્લીમાં પણ કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના કેસો ઘટતા ટૂંક સમયમાં અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી.  

તેમણે જણાવ્યું કે, ભારે મહેનતથી કોરોનાને કાબૂમાં લેવામાં આવ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ લડાઈ નથી જીતી શકાઈ.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં ધીમે-ધીમે લોકડાઉન ખોલીશું.

દેશમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. કેસો ઘટવાની સાથે સાથે રીકવરી રેટ પણ વધી રહ્યો છે. દશની રાજધાની દિલ્લીમાં પણ કોરોના કેસો ઘટી રહ્યા છે. દિલ્લીમાં કોરોના કેસો ઘટવાને કારણે અનલોકની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારે મહેનતથી કોરોનાને કાબૂમાં લેવામાં આવ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ લડાઈ નથી જીતી શકાઈ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં ધીમે-ધીમે લોકડાઉન ખોલીશું. સૌથી પહેલા એ લોકોનું ધ્યાન રાખવાનું છે જે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, મજૂર છે, પ્રવાસી છે. દિલ્લી વાસીઓને વિનંતી કરતા કેજરીવાલે કહ્યું હતું કે તમામ લોકોની મદદની જરૂર છે. જો નિયમ પાલન કરશો તો જ દિલ્હીમાં તમામ આર્થિક ગતિવિધિઓ ખુલી શકશે. જો કોરોના ફરી વધવા લાગશે તો ફરી લોકડાઉન લાગુ કરવું પડશે. અમે નથી ઈચ્છતા કે ફરી લોકડાઉન લાગુ કરવું પડે, તે કોઈ સારી વાત નથી. આ સમય ખૂબ જ નાજુક હોવાથી લોકોને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અને ગંભીરતા પૂર્વક આચરણ કરવા જણાવ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: