29.2 C
Ahmedabad
Monday, November 29, 2021
spot_imgspot_img

Latest Posts

ઇંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ શ્રેણી ચેન્નઈના ચેપોક ખાતે અને બે મોટેરામાં રમાશે

  • ઇંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ શ્રેણી ચેન્નઈના ચેપોક ખાતે અને બે મોટેરામાં રમાશે
  • આ સિવાય પાંચ ટી-20 પણ અમદાવાદમાં મોટેરા ખાતે રમાશે
  • મેચ દરમિયાન સ્ટેડિયમમાં 50 ટકા પ્રેક્ષકોને જ આવવા દેવાનું આયોજન
  • મેચની ટિકિટનું વેચાણ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં થશે શરૂ

ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે  ટેસ્ટ શ્રેણી રમાશે. 4 ટેસ્ટની પહેલી બે ટેસ્ટ ચેન્નાઈના ચેપોક ખાતે તેમજ બીજી બે ટેસ્ટ શ્રેણી અમદાવાદમાં રમાશે. ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર સાથે BCCI ઓસ્ટ્રેલિયન બોર્ડે જે રીતે તાજેતરમાં ટેસ્ટ શ્રેણી રમાડી તે મોડલમાંથી પ્રેરિત થઈને 50% દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ  છે. 7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે, જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 મેચ પણ મોટેરામાં જ રમાશે. ઉલ્લખનીય છે કે બીસીસીઆઇ આ મુદ્દે બંને રાજ્યોના ક્રિકેટ એસોસિયેશનો સાથે અને આરોગ્ય સત્તાવાળાઓ સાથે વાત કરી રહ્યું છે. જો કે આ માટે બીસીસીઆઇ જાહેર આરોગ્યની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે અને તે આ મુજબ નિર્ણય લેશે. વધુ મળતી માહિતી મુજબ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા સુત્ર ના  કહ્યું કે, “લગભગ નક્કી જ છે કે 50% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. આપણું સ્ટેડિયમ વર્લ્ડનું સૌથી મોટું હોવાથી 50% કેપેસિટીએ પણ 50 હજારથી વધુ દર્શકો મેચનો લ્હાવો ઉઠાવી શકશે. મેચની ટિકિટનું વેચાણ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં શરૂ થશે. ટિકિટના ભાવ અંગે હજી કઈ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ધારણા છે કે બુકિંગ શરૂ થાય તેના અડધા  કલાકમાં સોલ્ડ આઉટ થઈ જશે.”

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: