27 C
Ahmedabad
Thursday, November 25, 2021
spot_imgspot_img

Latest Posts

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ભસ્મ ચઢાવવાની પરંપરા ….જાણો ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ખાસિયત

  • મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ભસ્મ ચઢાવવાની પરંપરા આજે પણ યથાવત
  • મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ‘ભસ્મ આરતી’
  • સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી ભગવાન શિવ તેને કરે છે ધારણ

ઉજ્જૈનમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. અમાંત કેલેન્ડર પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 9 ઓગસ્ટ, સોમવારથી થશે. શ્રાવણ મહિનામાં શિવજીના બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે. બધા જ્યોતિર્લિંગની અલગ-અલગ ખાસ વિશેષતાઓ છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ખાસિયત ત્યાંની ભસ્મ આરતી છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉપર રોજ સવારે શિવજીની આરતી ભસ્મથી કરવામાં આવે છે. ભસ્મથી જ શિવલિંગનો શ્રૃંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શિવજીને ભસ્મ ખૂબ જ પ્રિય છે. મહાદેવ શ્રૃંગાર સ્વરૂપમાં ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાળેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ખૂબ જ પ્રાચીન સમયથી ચાલી રહી છે. આ અંગે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે.

બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, આ ત્રણેય દેવતા સૃષ્ટિનું સંચાલન કરે છે. સૃષ્ટિ સંચાલનમાં ત્રણેય દેવતાઓની જવાબદારી અલગ-અલગ છે. બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુજી પાલન કરે છે અને શિવજી સંહાર કરે છે. જ્યારે સૃષ્ટિનો સંહાર થશે ત્યારે બધું જ ભસ્મ થઈ જશે એટલે સૃષ્ટિ રાખમાં બદલાઈ જશે. ભસ્મ શિવજીને ચઢાવવાનો અર્થ એ છે કે સૃષ્ટિ પૂર્ણ થયા પછી બધું જ શિવજીમાં વિલીન થઈ જશે. સૃષ્ટિના નષ્ટ થયા પછી બ્રહ્માજી ફરીથી સૃષ્ટિની રચના કરે છે. આ ક્રમ ચાલતો જ રહે છે.શિવજી ભસ્મ ધારણ કરીને સંદેશ આપે છે કે જ્યારે આ સૃષ્ટિનો નાશ થશે, ત્યારે બધા જીવોની આત્માઓ પણ શિવજીમાં જ સમાહિત થઈ જશે.

ભસ્મ કેવી રીતે તૈયાર થાય છેઃ-

શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણા, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: