- મૂર્તિની ચોરી કરનાર ચોરે આખરે મૂર્તિ પરત કરી
- દાંતીવાડાના મસાણીયા વીર મહારાજના મંદિરેથી થઇ હતી મૂર્તિની ચોરી
- ચોર આખરે વાગતા ઢોલે ચોરેલી મૂર્તિ પરત કરી ગયો
દાંતીવાડા તાલુકામાં આવેલ દાંતીવાડા ડેમ નજીક મસાણીયા વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં આજુ બાજુના સ્થાનિક લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે મસાણીયા વીર મહારાજ તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ગત તારીખ 17-3-૨૦૨૧ના રોજ એક ભક્ત દ્વારા પંચધાતુની મૂર્તિ મૂકવામાં આવી હતી. જોકે સ્થાનિક લોકોમાં આ મૂર્તિ સોનાની મૂર્તિ હોવાની અફવા ફેલાઈ હતી. અને મૂર્તિ જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. જોકે મૂર્તિને જોવા આવનાર લોકોના અવિરત પ્રવાહ વચ્ચે આ મૂર્તિ ગત તારીખ 26-3-૨૦૨૧ની સાંજે મંદિરમાંથી કોઈક અસામાજિક તત્વો દ્વારા ચોરી કરી જવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે મસાણીયા વીર મહારાજ મંદિરના મંડળ દ્વારા ભેગા મળી વીર મહારાજને પ્રાર્થના કરતા ચાર દિવસમાં પાછી આવશે એવું મસાણીયા વીર મહારાજના ભુવાજી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આખરે મસાણીયા વીર મહારાજના ભુવાજીના કહ્યા મુજબ આ મૂર્તિને ચોરી જનાર ચોર આખરે વાગતા ઢોલે આ મૂર્તિ પરત કરી ગયો હતો. જેને જોવા આજુ બાજુના સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.
દિનેશ ઠાકોર સાથે રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ દાંતીવાડા