- અંકલેશ્વરની ધનજીભાઈની ચાલમાં એક બંધ મકાનમાં ચોરી
- તસ્કરો 6 લાખ 14 હજારની માલમત્તા લઇ થયા ફરાર
- સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી
- તસ્કરોની કરતૂત CCTVમાં કેદ
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ મોદીનગર પાસે ધનજીભાઈની ચાલમાં એક બંધ મકાનને તસ્કરો એ નિશાન બનાવી સોના ચાંદી ના દાગીના અને રોકડ રકમ મળી 6 લાખ 14 ઉપરાંત ના માલમત્તા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા શહેર પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ બે તસ્કરો ના ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના મોદીનગર વિસ્તાર નજીક ધનજીભાઈની ચાલ માં રહેતા મયુર ગણપતભાઈ દલાલ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે બહારગામ ગયા હતા દરમ્યાન તસ્કરો એ તેમના બંધ મકાન ને નિશાન બનાવી દરવાજા નો નકુચો તોડી અંદર પ્રવેશી બે તિજોરીઓ તોડી રોકડ રકમ અને સોનાચાંદી ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા સોસાયટી ના રહીશો એ તેઓના મકાન માં ચોરી થઇ હોવાની જાણ કરતા મયુર દલાલ પરિવાર સાથે પરત ફરી ચોરી અંગે ની જાણ શહેર પોલીસ ને કરતા પોલીસ કાફલો આવી પહોંચી નજીક ના મકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા બે જેટલા તસ્કરો કેદ થયા હતા મયુર દલાલે રૂપિયા 5 લાખ 84 ના સોનાચાંદી ના દાગીના અને રોકડા રૂપિયા 30 હજાર મળી કુલ રૂપિયા 6 લાખ 14 હજાર ઉપરાંત ના માલમત્તા ની ચોરી અંગે શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે
કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર