23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

માંડવીમાં એકજ પ્રાંગણમાં આવેલ છે મહાદેવનું મંદિર અને દરગાહ

  • માંડવીમાં એકજ પ્રાંગણમાં આવેલ છે મહાદેવનું મંદિર અને દરગાહ
  • કચ્છના માંડવી તાલુકાના નાના ભાડીયા ગામે આવેલા છે ઐતિહાસિક મંદિર અને દરગાહ 
  • નાના ભાડિયાના મિયા મહાદેવ કોમી એકતાના કેન્દ્ર બની રહ્યા છે
  • શેઠ સુંદરજી સોદાગર દ્વારા પ્રચલિત આ મંદિરની અખંડિતતા ગ્રામજનોએ જાળવી રાખી
  • શ્રધાળુઓ જે મંદિરે દર્શન કરે તે દરગાહ ઉપર માથુ પણ નમાવે છે
  • ૪૦૦ વર્ષ જેટલો જુનો છે મિયાં અને મહાદેવનો ઇતિહાસ

ગુજરાતમાં સંભવત પ્રથમ એવી જગ્યા હશે કે જયાં એક જ પ્રાંગણમાં મહાદેવનું મંદિર અને દરગાહ આવેલી હોય, કચ્છ ના માંડવી તાલુકાના નાના ભાડીયા ગામે નાગનાથ મહાદેવ અને ભઠોર પીરની દરગાહ એક જ સ્થાન ઉપર આવેલી છે. અને વર્ષોથી આ સ્થાન ગામની કોમી એકતાને વધુ મજબુત બનાવી રહયું છે. અહિં આવતા આ શ્રધાળુઓ જે મંદિરે દર્શન કરે તે દરગાહ ઉપર પણ માથુ નમાવે છે અને જે દરગાહે સલામ ભરે તે મહાદેવના પણ દર્શન કરે છે. આવો જાણીયે આ ધાર્મિક સ્થાનના રોચક ઇતિહાસ અંગે.

કોમી એકતા અને જોમ પૂરો પાડતો નાના ભાડિયા મહાદેવની જગ્યા અલૌકિક હોવાની સાથે ભાઈચારા માટે કેન્દ્ર બિંદુ સમાન બની રહી છે. ભૂતકાળમાં સુંદરજી સોદાગર દ્વારા આ જગ્યા ઉપર તપ કરવામાં આવ્યો હતો અને કમળ પૂજા કરતા મહાદેવ તેમના ઉપર પ્રસન્ન થયા હતા અને શેઠ સુંદરજી સોદાગરએ બ્રિટિશ રાજમાં ઘોડાના વેપાર ક્ષેત્રે અપ્રતિમ સફળતા મેળવી હતી. તેમના દ્વારા પ્રચલીત થયેલ આ સ્થાન આજે પણ અકબંધ રહ્યું છે. નાગનાથ મહાદેવ અને ભઠોર પીર એક જ પ્રાંગણમાં આવેલા છે જે સંભવત ગુજરાતમાં એક માત્ર આવું સ્થાન હશે. અને ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર આ જગ્યા બની રહી છે. ગામના પૂર્વ સરપંચ અને વિષ્ણુ સમાજના પ્રમુખ તેમજ મંદિરના પૂજારી દિનેશગર દેવગર ગોસ્વામીના જણાવ્યા મુજબ સ્મશાનની વચ્ચે આવેલું માં સ્થાન મિયાં અને મહાદેવ નો ઇતિહાસ ૪૦૦ વર્ષ જેટલો પુરાનો છે અને શેઠ સુંદરજી સોદાગરને ભગવાન નાગનાથ મહાદેવ આશીર્વાદ પાઠવતા 200 વર્ષ અગાઉ તેમણે આ મંદિર બંધાવી આપ્યું હતું. ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ જીવતા તો સાથે રહે છે પણ દરેક સમાજના સ્મશાન પણ એક જગ્યાએ હોવાથી  મર્યા  પછી પણ સાથે  જ હોય છે. 

ત્રગડીના પૂર્વ સરપંચ અનવરભાઇ ભુકેરાના જણાવ્યા મુજબ ભઠોર પીર પાકિસ્તાન ના ભઠોરા ગામથી આવ્યા હતા અને અહીં તેમણે પોતાનું આશયાનું બનાવ્યું હતું . મંદિર અને દરગાહ વચ્ચે એક દરવાજો માત્ર છે જેને બંધ કરવાથી તે આપમેળે ખુલી જાય છે જે આ મંદિર નો પરચો છે.  ગામના સરપંચ ઓસ્માણભાઈ લંગાના જણાવ્યા મુજબ ભઠોર પીર ખાતે દર વર્ષે જૈન મહાજન અને વિષ્ણુ સમાજ દ્વારા પહેડી કરવામાં આવે છે અને હિંદુ  મુસ્લિમ સાથે મળી ઉજવણી કરે છે. મહાશિવરાત્રી તેમજ જન્માષ્ટમીનો પ્રસંગ પણ ઉજવાય છે.  નાના ભાડીયા જૈન મહાજનના પ્રમુખ પ્રવિણચંદ્ર ખેતશી ગોગરીના જણાવ્યા મુજબ ભૂતકાળમાં આ જગ્યા ઉપર દેવગર બાવાજી હતા તેમની પાસે આવતા કોઈપણ દુઃખી કે દર્દી ઓને ધુણામાંથી ભભૂતિ આપતા અને કોઈ પણ દુઃખ દર્દ દૂર થઈ જતા જે તેમના ઉપર મહાદેવની અસીમ કૃપાનું  પરિણામ હતું. વિષ્ણુ સમાજના પ્રમુખ દિનેશ ગોસ્વામી, ઓસમાણ લંગા (સરપંચ), અનવરભાઇ ભુકેરા, ત્રગડી સરપંચ લાખુભા જાડેજા, મુસ્લિમ સમાજના પ્રમુખ અલીમામદ સંઘાર, મહેશ્વરી સમાજના આગેવાન આણંદજી ભાઈ ડોરુ, લતીફભાઈ નોડે, પચાણભાઈ ગઢવી, દેવાંગભાઈ ગઢવી, અમૃતભાઈ ડોરુ વગેરેની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: