- ડીસા શહેરની દક્ષીણ પોલીસ અને મામલતદારની ટીમને મળી સફળતા
- ગેરકાયદેસર રીતે વેચાતો બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો
- ૧૦.૭૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત
બનાસકાંઠાના ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા હાઈવે પર પ્રાઇમ હોટલના પાછળના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વેચાતો બાયો ડિઝલનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગેરકાયદેસર સંગ્રહ કરી વેચતા 10.77 લાખ રૂપિયાનો બાયોડિઝલનો જથ્થો જપ્ત કરી વેચાણ કરનાર ઇસમ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પી.આઇ. વાય.એમ. મિશ્રા સહિતની ટીમે ડીસા પાલનપુર હાઈવે પર પ્રાઇમ હોટલ પાછળના વિસ્તારમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાતું હોવાની બાતમી મળી હતી. મળેલ માહિતીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરી હતી. જ્યાં હિંમતલાલ સેવકરામ ઠક્કરના ગોડાઉનમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવ્યું હતું. પોલીસે તુરંત મામલતદાર ઓફિસે જાણ કરતા ડીસા શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણા, સર્કલ ઓફિસર ડી.એચ. પાટડીયા,ક્લાર્ક કુંદનસિંહ ચાવડા સહિત ટીમે દોડી જઇ કુલ બાયોડીઝલ ભરેલા 54 મોટા બેરલ અને 17 કેરબા મળી 10590 લીટર બાયો ડીઝલનો જથ્થો સિઝ કર્યો હતો. તેમજ બાયો ડીઝલ અને કાર સહિત કુલ 10.77 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ગોડાઉન માલીક હિંમતલાલ સેવકરામ ઠક્કર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને પેટ્રોલિયમ એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી……
રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા