23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

સોલાર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું મોઢેરાનું સૂર્ય મંદિર

  • મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરને રોશનીથી શણગારાયું
  • સોલાર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું મોઢેરાનું સૂર્ય મંદિર
  • 5 સપ્ટેમ્બર બાદ ભારતના પ્રથમ સોલાર પ્રોજેક્ટનું પીએમ મોદી કરશે લોકાર્પણ
  • સૂર્ય મંદિર અને ગામના 1610 પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે

મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરને સોલાર ઉર્જાથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ૬૯ કરોડના ખર્ચે આ સોલાર પ્રોજેક્ટ બનવવામાં આવ્યો છે. મોઢેરા પાસે આવેલા ત્રણ કિલોમીટર દૂર સુજાણ પુરા ગામ ખાતે સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પી એમ મોદી દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.   

સમગ્ર ભારતમાં 69 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પ્રોજેકટનું  ૫ સપ્ટેમ્બરે લોકાર્પણ કરવામાં આવનાર છે.મોઢેરા પાસે આવેલા ત્રણ કિલોમીટર દૂર સુજાણ પુરા ગામ ખાતે સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેકટ થકી મોઢેરાનું સૂર્ય મંદિર અને ગામના 1610 પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. સુજાણ પુરામાં સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે.આ પ્રોજેકટ દ્વારા મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં પણ શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવી રહી છે. હાલમાં સૂર્યમંદિરને રાત્રી દરમિયાન શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી સજાવવાનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ રોશનીથી રાત્રી દરમિયાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો. જ્યારે પ્રોજેકટ શરૂ થશે એ દરમિયાન શૌર્ય ઉર્જાથી દરેક રાત્રી એ આ લાઈટો ઝળહળતી નજરે પડશે જે લોકોને આકર્ષિત કરશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: