18 C
Ahmedabad
Friday, November 26, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો આવ્યો અંત

  • અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ આવ્યો અંત
  • બી.જે.મેડીકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરો એ સમેટી હડતાળ 
  • 2019 અને 2020 બેચ માટે કમિટી બનાવવા અંગે લેવાયો નિર્ણય
  • હડતાળ સમયે ડોક્ટર્સના સ્ટાઇપેન્ડમાં કાપ ન કરવા કરાયા આદેશ
  • સરકારે માંગણી સ્વીકારતા અમદાવાદમાં ડોક્ટરો મોડી રાત્રે જોડાયા સેવામાં

અમદાવાદમાં રેસિડન્ટ ડૉક્ટરની હડતાળનો સરકારે માંગણી સ્વીકારતા અંત આવ્યો હતો. બોન્ડ મુદ્દે રેસિડન્ટ ડોક્ટરોની વિવિધ માંગણીઓમાંથી હોસ્પિટલમાં જ રેસિડેન્ટશિપ કરવાની અને બોન્ડ તરીકે ગણવાની મુખ્ય માંગણીને સરકારે સ્વીકારતા અમદાવાદમાં ડોક્ટરો મોડી રાત્રે સેવામાં જોડાયા હતા.

રેસિડન્ટ ડોક્ટરોના સમર્થનમાં ઈન્ટર્ન્સ અને જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરતા રાજ્ય સરકાર ચિંતામાં મુકાઈ હતી.સરકારે પહેલાથી જ રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતની સૌરાષ્ટ્રની મેડિકલ કોલેજોના રેસિડેન્ટ-ઈન્ટર્ન ડોક્ટરોને વિવિધ પ્રકારે દબાણ કરી હડતાળ પૂર્ણ કરી હતી.જો કે અમદાવાદમાં ડોક્ટરો પોતાની માંગ સાથે અડગ હતા.એવામાં મોડી રાત્રે સરકારે સમાધાન કરતા માંગણી હાલ સ્વીકારી છે. મોડી રાતે સરકારે ઠરાવ પણ કરી લીધો છે. જે મુજબ બોન્ડ સામે ગામડામાં પોસ્ટિંગને બદલે જે હોસ્પિટલમાં કોરોના ડયુટી કરી હોય ત્યાં જ હવે સીનિયર રેસિડેન્ટશિપ અપાશે.પરંતુ બોન્ડનો સમય એક-એક જ રહેશે. ચાલુ વર્ષે પીજી ડિગ્રી-ડિપ્લોમા પૂર્ણ કરનારા 2021ના બોન્ડેડ  ઉમેદવારોને જ લાભ આપવામાં આવશે આ સાથે હોસ્ટેલ ખાલી કરવાના આદેશને પણ પરત ખેંચવામાં આવ્યો છે.નોંધનીય છે કે, સરકારે બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછી ખેંચાય તે માટે રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવા માટે બી.જે.મેડિકલ કોલેજના ડીન તેમજ જીએમસી પ્રેસિડેન્ટ અને સિવિલ હોસ્પિટલના સુપ્રીટેનડેંટ સહિતના ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી અને 11 ઓગસ્ટે સવારે રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવીને સમજાવવામાં આવ્યા હતા.બાદમાં મોડી રાતે ગાંધીનગરમાં ફરી મીટિંગ બોલાવી હતી. સરકાર તરફથી રેસિડેન્ટ ડોક્ટર્સને ખૂબ જ સમજાવવામા આવ્યા હતા. પરંતુ મીટિંગમાં કોઈ પણ નિરાકરણ ન આવતા અને લેખિત ખાત્રી ન મળતા હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. અને ફરીથી આજથી ઇમરજન્સી સેવાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે.સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બી.જે.કોલેજના ડીન સહિતના સરકારના સભ્યો સાથે રેસિડેન્ટ ડોક્ટરો-એસોસીયેશન સાથે બુધવારે મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી.પરંતુ સરકાર સંપૂર્ણ રીતે બોન્ડના નિયમમાં ફેરફાર કરવા તૈયાર નથી. બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરો પણ પોતાની માંગ પર મક્કમ છે અને તેના કારણે આ મામલે કોઈ સમાધાન હજુ સુધી આવ્યું નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: