24 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી

  • સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી
  • સેન્સેક્સમાં ૨૭૭ પોઈન્ટનો ઉછાળો
  • નિફ્ટીમાં ૮૯ પોઈન્ટનો વધારો
  • સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી

ચાલુ સપ્તાહના અંતિમ  દિવસે ભારતીય શેરબજાર ઉછાળા  સાથે બંધ રહ્યા હતા. શુક્રવારે ૮૯ પોઈન્ટ વધીને  ૧૭૩૦૦ ઊપર અને ૨૭૭ પોઈન્ટ વધીને  સેન્સેક્સ ૫૮૧૨૯ ઉપર બંધ રહ્યો હતો. આજે ઇન્ટ્રા ડે દરમિયાન  નિફ્ટીએ 17,340.10 સુધી તો સેન્સેક્સ 58,194.79 સુધી પહોંચ્યો હતો.

સપ્તાહના અંતિમ દિવસે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.35 ટકા મજબૂતીની સાથે 24,382.19 ના સ્તર પર બંધ રહ્યા હતા. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.41 ટકાની વધારની સાથે 27,305.31 પર બંધ રહ્યા હતા..અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 277.41 અંક એટલે કે 0.48 ટકાની મજબૂતીની સાથે 58129.95 ના સ્તર પર બંધ રહ્યો હતો. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 89.40 અંક એટલે કે 0.52 ટકાની તેજીની સાથે 17323.60 ના સ્તર પર રહી હતી.

મહિનાના પ્રથમ સપ્તાહના અંતે ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.19-2.48 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.19 ટકાના ઘટાડાની સાથે 36,761.15 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી અને પ્રાઈવેટ બેન્કના શેરો ઘટાડાની સાથે બંધ થયા.આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં રિલાન્યસ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ટાઈટન, આઈઓસી, હિરોમોટોકૉર્પ અને બીપીસીએલ 2.34-4.15 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ, સિપ્લા, ભારતી એરટેલ, એચયુએલ, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.50-3.29 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: