12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્ય સરકારે જન્માષ્ટમીની ઉજવણીની આપી છૂટ

  • રાજ્ય સરકારે જન્માષ્ટમીની ઉજવણીની આપી છૂટ
  • જન્માષ્ટમી અને ગણેશોત્સવને લઈને રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
  • વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
  • જન્માષ્ટમીમાં માત્ર પૂજારી પરિવાર અને પ્રશાસન કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે
  • રાજ્ય સરકારની છૂટ છતાં આગામી જન્માષ્ટમીએ દ્વારકા જગતમંદિર રહેશે બંધ

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે રાજયસરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ. 

રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશઉત્સવ માટે મહત્વપૂર્ણ  નિર્ણયો આપવામાં આવ્યા છે.પરંતુ આગામી જન્માષ્ટમીએ દ્વારકા જગત મંદિર બંધ રહેશે. જન્માષ્ટમીમાં માત્ર પૂજારી પરિવાર અને પ્રશાસન કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. સૂત્રોએ કહ્યું કે ગત વર્ષની જેમ જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. આ અંગે સત્તાવાર જાહેરાત મંદિર પ્રશાસન આજ સાંજ સુધીમાં કરશે. મહત્વનું છે કે વિરપુરનું જલારામ મંદિર પણ જન્માષ્ટીમાં સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે  જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે. તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.Pનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે.આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ સર્કલ કરીને તેમાં ઊભા રહી  દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહિ. રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે તા.૯ મી સપ્ટેમ્બરથી તા.૧૯ મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧ર વાગ્યાથી કરાશે. મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.  સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: