- પ્રાંતિજના સુખડ ખાતે દેશી જીમની બોલબાલા .
- ગ્રાન્ટ કે લોન વગર બે યુવાનો દ્રારા તૈયાર કરવામા આવ્યું દેશી જીમ..
- આબાલ-વૃદ્ધ બધા માટે છેલ્લા એક વર્ષથી દેશી જીમ કાર્યરત
- સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતનુ પ્રથમ દેશી જીમ
પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે રહેતા ગામના જ બે યુવાનો તથા માસીયાઈ ભાઈઓ સજપાલસિંહ ડાભી તથા નિલેસિંહ ડાભીએ પોલીસ અને આર્મી ની પરીક્ષા આપવાની પ્રેક્ટિસ કરવા સુખડ ગામમાં જ દેશી જીમ ઉભુ કર્યુ છે ઉલ્લેખનીય છે કે તેઓએ યુ ટ્યુબના માધ્યમથી વિડીયો જોઇ હાઇફાઇ અધ્યત્ન સાધનો ને બદલે દેશી પદ્ધતિ નો ઉપયોગ કરી દેશી જીમ ઉભુ કર્યુ છે આ ઉપરાંત આ બન્ને યુવાનોના કાર્યને ગ્રામજનો અને ગામના સરપંચે પણ વખાણ્યો છે. નોંધનીય વાત એ છે કે આ દેશી જીમમાં આવતા યુવાનો-બાળકો પાસે થી કોઇ પણ પ્રકાર ની ફી લેવામા આવતી નથી અને ગામના યુવાનો બાળકો સહિત બાજુમા આવેલ ગામો ધડકણ , ચેખલા , વાસણા , હાલાસી , સદાના મુવાડા સહિત ના ગામોમાંથી ૨૦ થી ૨૫ જેટલા યુવાનો પણ આ દેશી જીમ નો લાભ લે છે
આ બન્ને યુવાનોનો ધ્યેય માત્ર ગામના યુવાનોને હાઇફાઇ જીમની જેમ આ દેશી જીમમાં બધી જ સુવિધા સગવડ સહિતના સાધનો મળે તેવો છે ત્યારે હાલ તો શહેરોમાં રહેલ અધ્યત્ન હાઇફાઇ જીમો ને પણ આ દેશી જીમ શરમાવે તેમ કહી એ તો પણ નવાઈ નહી ત્યારે આ દેશી જીમ ને જોવા માટે અને ફિટનેસ માટે ઉત્સાહિત યુવાનો પણ અહી આવે છે ત્યારે આ દેશી જીમનુ નામ પણ બન્ને યુવાનો ના નામ ઉપર થીજ દેશી જીમ સજપાલસિંહ ફિટનેસ એન્ડ નિલેસિંહરન ફિટનેસ ટીમ વિપીન દેશી ફિટનેસ રાખવામા આવ્યુ છે અને આ દેશી જીમમાં રોપ કલાઈમ , બ્રેક વર્ડ આઉટમશીન , લાંબી કુદ સહિત ના વિવિધ એક્સર્સાઇઝ ના વિવિધ દેશી સાધનો સહિત સગવડ મળી રહે છે .ત્યારે બાળકો પણ એકસરસાઈઝ માટે સવાર-સાજ આવતા હોય છે.