23 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

જંબુસરના ડાભા ગામે પુત્રએ બનાવ્યું માતા-પિતાનું મંદિર

  • જંબુસરના ડાભા ગામે પુત્રએ બનાવ્યું માતા-પિતાનું મંદિર
  • મૂર્તિઓ સાથે વસ્ત્રો અને બૂટ-ચંપલ પણ દર્શન માટે રાખ્યા
  • આ મંદિર માતા-પિતાનું આદર અને સન્માન કરવાની આપે છે શીખ
  • મંદિરમાં અન્ય લોકો પણ આવીને કરે છે શાંતિનો અનુભવ

જંબુસર તાલુકાનાં ડાભા ગામ ખાતે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના ડાભા ગામ ખાતે સામાન્ય સાયકલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્વ. બાબર રોહિત તથા તેમનાં પત્ની સોના રોહિતનાં અવસાન બાદ તેમની યાદમાં તેમના સંતાન વલ્લભ રોહિતે એમનું મંદિર બનાવ્યું છે.

જંબુસર તાલુકાના ડાભા ગામ ખાતે પુત્રએ માતાપિતાનું મંદિર બનાવી કળયુગમાં શ્રવણ બનવાનો કિસ્સો સાબિત કર્યો છે. વલ્લભ રોહિત એક ખેડૂત અને વ્યાપારી વ્યક્તિ છે. ખુબજ સાદગી પૂર્ણ રીતે જીવન વ્યતિત કરે છે. તેઓ તેમના માતા પિતા પ્રત્યે ખુબજ આદર ભાવ રાખે છે. 2016માં એમના માતા સોના રોહિતનું નિધન થઈ ગયું હતું અને ત્યાર બાદ વર્ષ 2019માં એમના પિતાનું અવસાન થતાં તેઓએ માતાપિતાની યાદમાં એમનું મંદિર બનાવી નાખ્યુ છે. વલ્લભભાઈએ જણાવ્યું હતું કે 33 કરોડ દેવી દેવતાઓના સમગ્ર વિશ્વમાં મંદિર છે. અને માતા પિતાએ ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યાંય પણ એમનું મંદિર નથી. માટે લોકોમાં માતા પિતાનો આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી છે. આ મંદિરમાં અન્ય લોકો પણ આવે છે. અને શાંતિનો અનુભવ કરે છે. વલ્લભ રોજ એમના દિવસની શરૂઆત માતા પિતાના મંદિરે જઈ એમની પૂજા અર્ચના કરીને કરે છે. એમના માતા-પિતાના મંદિરમાં ન માત્ર એમની મૂર્તિઓ છે. પણ એમના માતા-પિતાના વસ્ત્રો અને બૂટ-ચંપલ પણ છે. આ વાત તમામ લોકોને શીખ આપે છે જે લોકો વૃદ્ધાશ્રમમાં એમના માં-બાપ ને રઝળવા છોડી મૂકે છે. આ મંદિર એ તમામ લોકોને માતા-પિતાનું આદર અને સન્માન કરવાની શીખ આપે છે.

  • કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: