12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

સીરમ ઇન્સ્ટીટયુટે કોવીસીલ્ડ વેક્સિનની કિંમત કરી જાહેર

  • ભારત સરકારના નિર્દેશો બાદ કોરોના વેકસીનની કિંમત જાહેર
  • સીરમ ઇન્સ્ટીટયુટે કોવીસીલ્ડ વેક્સિનની કિંમત કરી જાહેર
  • કોવિસીલ્ડ વેકસીનની કિંમત કરાઈ જાહેર
  • રાજ્ય સરકારો માટે પ્રતિ ડોઝની કિંમત 400 રૂપિયા
  • પ્રાઇવેટ હોસ્પિટલો માટે પ્રતિ ડોઝ 600 રૂપિયા કિંમત

દેશમાં કોરોનાની બીજી લહેરે જોર પકડ્યું છે અને રોજે રોજ દર્દીઓની સંખ્યમાં ધરખમ વધારો થઇ રહ્યો છે અને તેને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રસી ઉત્સવ શરુ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારના નિર્દેશો બાદ કોરોના રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટીટયુટે કોવીસીલ્ડ વેક્સિનની કિમત જાહેર કરી છે.   

દિન પ્રતિદિન દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેની સાથે સાથે રસીકરણ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રસીકરણ ઉત્સવ શરુ કરવામાં આવ્યું છે, ત્યારે બુધવારે કેન્દ્ર સરકારે આપેલક નિર્દેશો બાદ હવે કોરોના સામે પ્રતિરોધક રસી કોવિસીલ્ડ વેક્સિનની કિમતો જાહેર કરવામાં આવી છે. પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ બુધવારે એક પ્રેસનોટ જાહેર કરીને કોવીસીલ્ડ વેક્સિનના દર નક્કી કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી છે,જે અનુસાર રાજ્ય સરકારોને એક ડોઝ ૪૦૦ રૂપિયામાં અને ખાનગી હોસ્પિટલોને એક ડોઝ ૬૦૦ રૂપિયામાં પડશે. જયારે આગામી બે મહિનાના ઉત્પાદિત કરવામાં આવનાર વેક્સિનના જથ્થા પૈકી ૫૦% જથ્થો કેન્દ સરકારને આપવામાં આવશે જયારે અન્ય ૫૦% જથ્થો રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને આપવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: