23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

સેન્સેક્સ 950 અંક વધી 47,235ના સ્તરે પહોંચ્યો

  • બજેટ પૂર્વે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી
  • સેન્સેક્સ 950 અંક વધી 47,235ના સ્તરે પહોંચ્યો
  • ટેક મહિન્દ્રા, ડો.રેડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, HUL, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં બજેટ પૂર્વે હાલ તેજી જોવા મળી રહી રહી છે. સવારે 11.50 કલાકે સેન્સેક્સ 950 અંક વધી 47235 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 255 અંક વધી 13896 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, HDFC બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 9.06 ટકા વધી 922.95 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 5.12 ટકા વધી 564.50 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, TCS, HCL ટેક, HUL સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 3.20 ટકા ઘટી 4451.30 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.48 ટકા ઘટી 937.80 પર કારોબાર કરી રહ્યો છે.ભારતીય શેરબજારોમાં બજેટ પૂર્વે હાલ તેજી જોવા મળી રહી રહી છે. સવારે 11.50 કલાકે સેન્સેક્સ 950 અંક વધી 47235 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 255 અંક વધી 13896 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, HDFC બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 9.06 ટકા વધી 922.95 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 5.12 ટકા વધી 564.50 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, TCS, HCL ટેક, HUL સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 3.20 ટકા ઘટી 4451.30 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.48 ટકા ઘટી 937.80 પર કારોબાર કરી રહ્યો છે.

સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 19499 કરોડ રૂપિયા એકત્રિત કરી શકી છે, જ્યાકે નાણાકીય વર્ષ 2020-21માં 2.10 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના હતી. એવામાં આજે સરકારી કંપનીઓના શેર ફોકસમાં રહેશે, કારણ કે સરકાર પ્રાઈવેટાઈઝેશનની રકમ એકત્રિત કરવા સંબંધિત જાહેરાતો કરી શકે છે. બજેટના સમયે બજારમાં રિવર્સ ટ્રેન્ડ, ફિસ્કલ ડેફિસિટનું અનુમાન અને નવા ટેક્સ સ્લેબની અસર થશે ઐતિહાસિક રીતે બજેટના સમયે શેરબજારમાં રિવર્સ ટ્રેન્ડ જોવા મળે છે, એટલે કે સતત વધારા સાથે કારોબાર કરી રહેલું બજાર બજેટના દિવસ જ ઘટે છે. આ રીતે ઘટાડા સાથે કારોબાર કરી રહેલા માર્કેટમાં બજેટના સમયે વધારો જોવા મળે છે, જોકે આ દરેક બજેટ વખતે જરૂરી નથી. જોકે બીજી તરફ બજેટના દિવસે બજાર 12માંથી 7 વખત ઘટીને બંધ થયું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: