23 C
Ahmedabad
Sunday, January 16, 2022
spot_imgspot_img

Latest Posts

કેન્ટોન્મેન્ટમાં પ્રાચીન મંદિરે જવાનો રસ્તો મંજુરી વિના કર્યો બંધ

  • કેન્ટોન્મેન્ટમાં પ્રાચીન મંદિરે જવાનો રસ્તો મંજુરી વિના કર્યો બંધ
  • કેન્ટોન્મેન્ટના ચૂંટાયેલા સભ્યોની મંજુરી વિના રસ્તો કરાયો બંધ
  • બોર્ડના સીઈઓની મનમાની સામે સભ્યોએ વ્યક્ત કરી નારાજગી
  • સાબરમતીના કિનારે આવેલા પ્રાચીન મંદિરના ધાટ પર થાય છે ગણેશ વિસર્જન અને છઠ પૂજા

અમદાવાદના  કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલ 100 વર્ષ જુના પ્રાચીન મંદિરનો રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો હોવાનો સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. વગર મંજુરીએ કોન્ટોનમેન્ટ બોર્ડના સીઇઓએ મંદિર જવાનોનો રસ્તો બંધ કરી દીધો હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે અને એટલું જ નહીં કોઇપણ પ્રકારના જાહેરનામાં બહાર પાડ્યા વગર બોર્ડના સીઇઓ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થાય તેમજ રસ્તો ખૂલ્લો કરી દેવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

સાબરમતીના કિનારે આવેલ મંદિરની અંદર દર વર્ષે ગણેશ વિસર્જન તેમજ છઠ પૂજા થાય છે. જો કે આ રસ્તો બંધ થતાં ધાર્મિક લાગણી દુભાઇ હોવાનું અનુભવી રહ્યા છે. આ અંગે એક સ્થાનિકે રાજ્ય સરકારને અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે.અરજીમાં જણાવ્યું છે કે, અમદાવાદ કેન્ટોનમન્ટ વિસ્તારમાં સાબરમતી નદી કિનારે 100 વર્ષ જુનું દશા માતાનું ૧૦૦ વર્ષ  એક પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં આવેલા નદીના ઘાટ પર ગણેશ વિસર્જન તેમજ છઠ પૂજા થાય છે. પરંતુ કેન્ટોનમન્ટ બોર્ડના સીઇએ ધીરજ સોનાજે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજુરી કે પછી કાનૂની પ્રક્રિયા હાથ ધર્યા વિના જ  મંદિરનો રસ્તો બંધ કરી દીધો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્ટોનમેન્ટ એક્ટની કલમ 258 હેઠળ બાંયધરીકૃત કાર્યવાહીનું પાલન કર્યા વિના પ્રાચીન મંદિરનો રસ્તો બંધ કરી દેવાયો. અરજીકર્તાએ જણાવ્યું હતું કે, કોઇપણ કામ માટે કેન્ટોનમેન્ટની બેઠકમાં સર્વાનુમતે મંજૂરી મળ્યા બાદ નિર્ણય લેવામાં આવે છે. મંજૂરી માટે બેઠકમાં અલગ અલગ એજન્ડા રજૂ કરવામાં આવે છે ત્યાર બાદ પરવાનગી મળે છે. જો કે મંદિરનો રસ્તો બંધ કર્યો તેમાં કોઇપણ પ્રકારની બેઠક કરવામાં આવી નથી, તેમજ વગર બેઠકે બોર્ડની સીઇઓએ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક આપી મંદિર જવાના માર્ગ પર લોખંડનો દરવાજો લગાવી, રસ્તો બંધ કરી દીધો છે. એટલું જ નહીં આ જગ્યા રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવતી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવ્યો છે. દરમિયાન પોતાની પર થયેલા આરોપ અંગે  સીઇઓ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે મંદિરના રસ્તે લોકો કચરો ઠાલવી  જતા હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ અંગે અરજી કર્તાએ બોર્ડની સીઇઓ ધીરજ સોનાજે સામે કાયદેસરની કાર્યવાહી થાય તેમજ મંદિરનો રસ્તો તાકિદે ખોલી દેવમાં આવે તેવી માંગ સરકાર સમક્ષ રજૂ કરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: