24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર
  • 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
  • કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું આવ્યું પરિણામ
  • બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર કર્યું
  • મૂલ્યાંકનના આધારે બોર્ડે તૈયાર કર્યું પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.  બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર કર્યું છે. સવારે આઠ કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલોના ઈંડેક્ષ નંબરના આધારે પરિણામ જોઈ શકાશે.

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.  બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. જે મુજબ 4 લાખ 127 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 9 હજાર 455 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થીઓ છે. જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થીઓ છે. જ્યારે 5 હજાર 885 વિદ્યાર્થીઓને E1 અને 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મેળ્યો.આ સાથે જ રાજકોટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 231 વિદ્યાર્થીઓએ રાજકોટમાં A1 ગ્રેડ મેળવ્યો. ત્યારે બીજી બાજુ સુરતમાં 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડે નિયમિત વિદ્યાર્થીઓનું પરિમાણ તૈયાર કરવામાં આવ્યું  છે.  આ સાથે જ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: