23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

આજે આવશે સીબીએસઈ ધોરણ 12નું રિઝલ્ટ

  • સીબીએસઈ ધોરણ 12નું રિઝલ્ટ
  • બપોરે 2 વાગે પરિણામ થશે જાહેર
  • 30:30:40 ફોર્મ્યુલાને આધારે માર્ક્સ થશે નક્કી
  • સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની આપી હતી ડેડલાઈન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજે બપોરે 2 વાગે ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ જાહેર કરશે, સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in  પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધોરણ ૧૨ બોર્ડ નું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડે નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે, આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ 30:30:40 ફોર્મ્યુલાને આધારે જાહેર કરવામાં આવશે. માર્કિંગ સ્કીમ પ્રમાણે, ધોરણ 10 અને 11માં 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય, તે જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવશે. ધોરણ 12ના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મળેલા માર્ક્સને આધારે રિઝલ્ટ તૈયાર થશે.CBSEએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરી છે. આ હેઠળ ધોરણ 10-11ના ફાઈનલ રિઝલ્ટને 30% વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ 12ની પ્રી-બોર્ડ એક્ઝામને 40% વેઈટેજ આપવામાં આવશે. CBSE4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.CBSEએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે રોલ નંબર ફાઈન્ડર લોન્ચ કર્યું છે. આ લિંક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર એક્ટિવ થઈ ગઈ છે.આ લીંકથી કેન્ડિડેટ્સ પોતાનો રોલ નંબર જોઈ શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: