23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કોરોના રસી અંગે અફવા ફેલાવનારા ચેતી જજો

  • કોરોના રસી અંગે અફવા ફેલાવનારા ચેતી જજો
  • કોરોના રસી અંગે અફવા ફેલાવતા તત્વો સામે લાલ આંખ
  • અફવા કે ભ્રામક સમાચાર ફેલાવનાર સામે કરાશે કાયદાકીય કાર્યવાહી
  • કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો પત્ર
  • શરારતી તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવા તાકીદ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણનું અભ્યાન ચાલી રહ્યું છે. પરંતુ અફવાઓ અને ભ્રમને કારણે તે નિર્ધારિત લક્ષ્યાંક પાર કરી રહ્યું નથી. ભારતમાં છેલ્લા 10 દિવસમાં માત્ર 16 લાખ લોકોને રસી અપાઇ છે.ત્યારે હવે કોરોના વેક્સિન વિરુદ્ધ કોઇ પણ પ્રકારની અફવા કે ભ્રામક ન્યૂઝ ફેલાવનારા સામે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે.

કેન્દ્ર સરકારે રસી સામે ફેલાઈ રહેલી અફવા મામલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. કોરોના રસી અંગે ભ્રમ પેદા કરતાં  તત્વો સામે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અને ભારતીય દંડ સંહિતા (IPC-ઇન્ડિયન પીનલ કોડ)ની જોગવાઇઓ હેઠળ કડક પગલાં લેવા  કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તાકીદ કરી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગૃહ સચિવોને પત્ર લખેલા પત્રમાં અજય ભલ્લાએ જણાવ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અને આઇપીસીની કલમો હેઠળ અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરી શકાય છે. અફવાઓ પ્રસરતી રોકવા હેતુ આ પ્રકારના તત્વો સામે કાર્યવાહી જરૂરી છે.આ ઉપરાંત પત્રમાં વાસ્તવિક તથ્યોના આધારે વિશ્વસનીય માહિતીના પ્રસારની પણ ગૃહ સચિવોને સલાહ આપવામાં આવી છે.

અફવા ફેલાવનારા સંગઠનો અને વ્યક્તિ પર કાયદાકીય જોગવાઇઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાય . અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧૬ જાન્યુઆરીથી દેશમાં શરુ થયેલ રસીકરણ કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયા પર કોરોના રસી લીધા બાદ મોત થવા અંગે કેટલાક લોકો દ્વ્રારા અફવા ફેલાવવામાં આવી રહી છે. જ્યારે આ મોતોને રસીકરણ સાથે કોઇ નિસ્બત જણાઇ નથી.સોશિયલ મીડિયાના મેસેજમાં લોકોને કોરોના રસી ન લેવા અને તેનાથી જીવલેણ જોખમ હોવા અંગેની અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. કેન્દ્રીય સરકારને એજન્સીઓ એજન્સીઓને આવા પ્રકારની અફવાઓ પર ધ્યાન નહીં આપવાની લોકોને સલાહ આપી રહી છે. ઘણી જગ્યાએ જાગરુકતા કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં રસીકરણને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી રહી છે.રસીકરણને પ્રોસ્તાહન આપવા અને રસીથી નહીં ડરવા અંગે મોબાઇલ ટ્યૂન પણ વહેતી કરાઇ છે. નોંધનીય છે કે પહેલાં કોરોના સામે સાવચેતીની ટ્યૂન વાગતી હતી. જ્યારે હવે ભારતની કોરોની રસી સુરક્ષિત હોવાની અને તેને લેવા માટેની સલાહ આપવામાં આવી રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: