12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

RBI દ્વારા 99122 કરોડ રુપિયાનુ સરપ્લસ ફંડ સરકારને આપવામાં આવશે

  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
  • RBI  સરકારને આપશે 99122 કરોડ રુપિયાનુ સરપ્લસ ફંડ
  • જુલાઈ 2020 થી માર્ચ 2021 વચ્ચેની સરપ્લસ એમાઉન્ટ આપવામાં આવશે
  • વધારાની બચતી રકમને કહેવામાં આવે છે સરપ્લસ ફંડ

રીઝર્વ બેંક પ્રત્યેક નાણાકીય વર્ષમાં સમીક્ષા કરી સરકારને રીઝર્વ બેંકની આ જે રકમ છે. તે જુલાઈ 2020 થી માર્ચ 2021 વચ્ચેની રિઝર્વ બેન્કની સરપ્લસ કિંમત છે. જાણકારોના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્કની કમાણીનો મુખ્ય ભાગ સરકારી બોન્ડ, ગોલ્ડમાં કરેલુ રોકાણ તથા વિદેશી માર્કેટમાં વિદેશી મુદ્રાના તથા બોન્ડના ટ્રેડિંગમાંથી આવતો હોય છે. રિઝર્વ બેન્ક પાસે આ વખતે રેકોર્ડ પણ સરપ્લસ હતુ. કારણકે રિઝર્વ બેન્ક ગત વર્ષે ગોલ્ડ અને વિદેશી માર્કેટમાં એક્ટિવ હતી. બેન્કને ડોલરના વેચાણમાંથી ખાસો નફો થયો છે. આ ઉપરાંત નોંધ સંખ્યામાં બોન્ડનુ પણ ટ્રેડિંગ કર્યુ હતુ. તેમાંથી બેન્કને ખાસો એવો પ્રોફિટ પણ થયો છે.રિઝર્વ બેન્કે પોતાની આવક પર પણ કોઈપણ પ્રકારનો આવક વેરો ચુકવવો પડતો નથી. એટલે પોતાની જરુરિયાતો પૂરી કરવા સિવાય અને જરુરી રોકાણ તેમજ બીજી નાણકીય સગવડ બાદ જે પણ વધારાની રકમ બચે છે તે સરપ્લસ ફંડ તરીકે ઓળખવામાં આવે છે. આ રકમ તેણે સરકારને આપવાની હોય છે.ગયા વર્ષે આરબીઆઈના ખર્ચનો મોટો  ભાગ 14200 કરોડ રુપિયા હતો. જે તેણે કન્ટીજન્સી ફંડમાંથી જ વાપર્યો હતો. આ રકમ જેટલી વધારે હોય છે તેટલુ જ સરપ્લસ ફંડ ઓછુ થતું જાય છે. આ વખતે 99122 કરોડ રુપિયાનુ સરપ્લસ ફંડ સરકારને તબદીલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.આરબીઆઈ વિદેશોમાં ભારત સરકારના બોન્ડ અને ગોલ્ડમાં રોકાણ કરે છે. આંકડા મુજબ આરબીઆઈ પાસે હાલમાં 600 ટન સોનું  રિઝર્વમાં છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: