- પ્રાંતિજમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
- પ્રાંતિજ નગરપાલિકાએ સોસાયટી વિસ્તારોને કરી સેનિટાઇઝ
- પ્રાંતિજ સહિત તાલુકામાં કેસો વધતા પાલિકા બની સજાગ
- સેનિટાઇઝરનો છંટકાવ કરાતા સોસાયટીના રહીશોમાં ખુશી જોવા મળી
રાજ્યમાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. કોરોના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે ધડખમ વધારો થઇ રહ્યો છે. વધતા કેસોને કારણે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. કેસોમાં વધારો થતા પ્રાંતિજ પાલિકા દ્રારા પણ પ્રાંતિજના વિવિધ વિસ્તારોમા સેનીટાઇઝર કરવામા આવ્યું હતું. પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટીઓમાં પણ પ્રાંતિજ પાલિકા દ્રારા રાત્રી દરમ્યાન સેનીટાઇઝર કરવામાં અબ્યું હતું. ત્યારે હાલ ગુજરાત સહિત જિલ્લામા અને પ્રાંતિજ તાલુકામા કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેવી રીતે કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા પ્રાંતિજના વિવિધ વિસ્તારો સહિત સોસાયટીઓમા વધુ પડતા કેસોને લઈને પ્રાંતિજના સમગ્ર વિસ્તારોમા, સોસાયટીઓમા સેનીટાઇઝ કરવામા આવ્યુ હતુ. વધતા કોરોના સંક્રમણ વચ્ચે સેનીટાઇઝની પ્રક્રિયા કરવાના કારણે સ્થાનિકોએ હાંશકારો અનુભવ્યો હતો.
સંજય રાવલ લાઈવ ગુજરાત ન્યુઝ પ્રાંતિજ