24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

મહીસાગરના બાલાસિનોર નગરમાં પોલીસની દબંગાઈ આવી સામે

  • The police pressing police in the Balasinor town of Mahisagarમહીસાગરના બાલાસિનોર નગરમાં પોલીસની દબંગાઈ આવી સામે
  • પોલીસે દાદાગીરી કરતા મેડિકલ એસોસિએશન દ્વારા કરાયો વિરોધ
  • બાલાસિનોર મેડિકલ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ
  • તમામ મેડિકલ સ્ટોર સહિત દવાખાનાઓ બંધ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો
  • કોરોના વોરીયર્સના સમર્થનમાં હડતાળ, દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી

મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવા કોરોનાના કપરા સમયમાં પોતાના પરિવારની ચિંતા ના કરી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યાંરે આવા કોરોના વોરિયર્સ ડોક્ટરો ઉપર પોલીસ કોઈ કારણ વગર પોતાની દબંગાઈ બતાવતા  હોવાનો આક્ષેપ  ડોક્ટરો કરી  રહ્યા છે બાલાસિનોર નગરના બે ડોક્ટર ભાવેશ શાહ અને યશ  મેડિકલ સ્ટોરના માલિક દિલીપભાઈને પોલીસ વાનમાં આવેલ એક કોન્સ્ટેબલે પી આઈ પોલીસ મથકે બોલાવે છે એમ  કહી ડોક્ટર અને મેડિકલ સ્ટોરના માલિકને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા બાદમાં બાલાસિનોર પોલીસ મથકના પી.આઈ દ્વારા કોઈ પણ કારણ વગર પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને બંનેને ત્રણ કલાક સુધી લોકઅપમાં બેસાડી દેવામાં આવ્યા હતા જોકે પોલીસની દબંગાઈ સામે મેડિકલ એસોસિએશન દ્વારા ખોટી રીતે જેલમાં પુરવા બદલ બાલાસિનોર નગરમાં આવેલ તમામ દવાખાના સહિત મેડિકલ સ્ટોર બંધ રાખી આજે તમામ એસોસિએશન ભેગા મળી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે – તેમજ ખોટી રીતે પોલીસે ડોક્ટર અને મેડિકલ સ્ટોરના સંચાલકને પુરી દેવા બાબતે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાઈ ગયા છે જેના પરિણામે  બીજી તરફ કોરોના દર્દીઓ હેરાન પરેશાન બન્યા છે

અમીન કોઠારી લાઈવ ગુજરાત ન્યુઝ સંતરામપુર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: