12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ચૌરી ચૌરા સમારંભનું પીએમે ઉદ્ઘાટન કર્યું

  • ચૌરી ચૌરા સમારંભનું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન
  • પીએમએ ખાસ ટપાલ ટીકીટ કરી લોન્ચ
  • વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ એ સમારંભમાં લીધો ભાગ

વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચૌરી ચૌરા શતાબ્દી સમારોહનું શુભારંભ કર્યું હતું. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહ ક્ષેત્ર ગોરખપુરમાં શહીદ સ્મારક પર માળા અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીની લડત દરમિયાન ઘટેલી ચૌરી ચૌરાની ઐતિહાસિક ઘટનાના શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે વડાપ્રધાન મોદીએ એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ચૌરી ચૌરાની પવિત્ર ભૂમિ પર દેશ માટે બલિદાન થનારા, દેશના સ્વતંત્રતા સંગ્રામને એક નવી દિશા આપનારા વીર શહીદોના ચરણોમાં હું પ્રણામ કરું છું. આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. 100 વર્ષ પહેલા ચૌરી ચૌરામાં જે થયું તે ફફ્ત એક આગની જ ઘટના, એક પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાની ઘટના ન હતી, ચૌરી ચૌરાનો સંદેશ ખુબ મોટો હતો, ખુબ વ્યાપક હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: