15 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

નારી ગામના લોકો ૨૦ દિવસથી તરસ્યા

  • ભાવનગરમાં ઉનાળાની ઋતુના આગમન સાથે પાણીની તંગી
  • ૨૦ દિવસોથી પીવાનું પાણી ન મળતાં સ્થાનિકોમાં રોષ
  • છેલ્લા ૨૦ દિવસથી નારી ગામના લોકો તરસી રહ્યા છે પીવાના પાણી માટે
  • મનપા દ્વારા ટેન્કર વડે પાણી પહોંચાડવાનો કરાયો પ્રયાસ

ગરમીના વધતા પ્રમાણ સાથે રાજ્યમાં કેટલીક જગ્યાએ પાણીની અછત વર્તાતી જોવા મળી રહી છે ત્યારે ભાવનગરમાં સમાવિષ્ટ કરાયેલા નારીગામના લોકોને છેલ્લા ૨૦ દિવસથી પીવાનું પાણી ન મળતાં સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે ભાવનગર મનપા દ્વારા રોજના ૧૫ જેટલા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ ૮ હજાર થી વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર  અકળાતા   તંત્ર દ્વારા થોડા દિવસોમાં જ પાણી મળી જશે તેવું રટણ કરવામાં આવી રહ્યું છે.

ભાવનગર મહાનગપાલિકામાં ૨૦૧૫માં સમાવિષ્ટ કરાયેલા પાંચ ગામો પૈકી નારીગામમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ગામના લોકોને છેલ્લા ૨૦ થી વધુ દિવાસોથી પીવાનું પાણી ન મળતા લોકો પોતાની તરસ છીપાવવા  ટેન્કર દ્વારા પાણી ઠાલવી સંતોષ માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે   તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ અને સંપ બનાવવામાં આવ્યા છે પરંતુ અધિકારીઓની અણઆવડત ના કારણે કામ ગોકળગતી એ થઈ રહ્યું હોવાના કારણે  લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો  છે. વધુ માહિતી મુજબ ગત ટર્મ અને આ વર્ષે પણ કોંગ્રેસમાંથી ચુંટાઈ આવેલા એક માત્ર ચિત્રા, ફુલસર અને નારીગામ ના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ એ પણ તંત્રની અણઆવડતને પગલે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. ત્યારે તંત્રએ દ્વારા  રહેલા કામમાં ગતિ લાવવા અંગે માંગ સાથે કામ સમયસર ન થતા લોકો દ્વારા  ગામમાંથી હિજરતને લઇ ચીમકી આપવામાં આવી છે. વધુમાં  આ બાબતે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નારી ગામમાં મહી પરીએ જ આધારિત ૫ એમએલડી ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટનું કામ હાલ ચાલુ છે. તેમજ થોડા દિવસોમાં નારી ગામને પાણીનો સપ્લાય શરૂ કરી દેવામાં આવશે. આ  સાથે અધિકારીએ નારી ગામમાં પાણી સપ્લાય ડિસ્ટર્બ થયો હોવાનું અને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.

અજય બુધેલીયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: