27 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

માળિયા હાટીનાના જુથળ ગામના લોકોએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

  • માળિયા હાટીનાના જુથળ ગામના લોકોએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
  • સપ્તાહમાં ત્રણ દિવસ દુકાનદારો કરશે સ્વયંભુ લોકડાઉન  
  • બાકીના ચાર દિવસ દુકાનો માત્ર અડધો દિવસ જ રખાશે ખુલ્લી
  • વધી રહેલા કોરોના સંક્રમણને લઇ લેવાયો નિર્ણય 

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઉઠી હોય તેવી રીતે કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. વધી રહેલા કોરોના કેસોને કારણે અનેક ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન પાળવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે દિન પ્રતિ દિન કોરોના કેસો વધતા ગામ લોકો દ્વારા સ્વેચ્છાએ લોકડાઉનનો કર્યો નિણર્ય કરવામાં આવ્યો છે. સપ્તાહમાં 3 દીવસ સ્વયંભુ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરપંચ ત્રીકમ ભાઇ કનેરિયાએ ગામ લોકોના સાથ સહકાર થી સપ્તાહના ત્રણ દિવસ જડબેસલાક બંધ રાખવામાં આવશે જ્યારે ચાર દિવસ અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. સરપંચ દ્વારા જણાવાયું હતું કે બેઠકમાં ત્રિકમ ભાઈ કનેરિયા, વસરામભાઈ ઝોરા, મહેશ ભાઈ કાથડ સહિતના અગ્રાણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ગામ લોકોને લોકડાઉન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમા રવિવાર, સોમવાર અને મંગળવાર આખો દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બુધવાર, ગુરુવાર, શુક્રવાર ,શનિવાર આ ચાર દિવસ દુકાનો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે.

રમેશ કારિયા લાઈવ ગુજરાત ન્યુઝ માળીયા હાટીના

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: