8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના કેસો વધતા ડેડીયાપાડા ગામના લોકોએ કર્યું સ્વયંભુ લોકડાઉન

  • નર્મદા જિલ્લામાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • કોરોના કેસો વધતા ડેડીયાપાડા ગામના લોકોએ કર્યું સ્વયંભુ લોકડાઉન   
  • ૧૨ એપ્રિલ સુધી બજારો તેમજ દુકાનો રખાશે બંધ:વેપારી એસોસિએશનનો નિર્ણય  

નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે શનિવાર, રવિવાર  તેમજ સોમવાર એમ ત્રણ દિવસ દેડીયાપાડાનાબજારો બંધ રાખવાનો નિર્ણય દેડીયાપાડા વેપારી મંડળ દ્વારા લેવાયો હતો. જેના ભાગ રૂપે ડેડીયાપાડા સ્વયંભૂ સજ્જડ બંધ દેખાયું હતું.

રાજ્યમાં કોરોના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અનેક શહેરો તેમજ ગામડાઓ સ્વયંભુ લોકડાઉનનો માર્ગ આપવાની રહ્યા છે. શહેરોની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ ફેલાતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. કોરોના સંક્રમણ રોકવા શનિવારે વેપારી મંડળે મીટીંગનું આયોજન કર્યું હતું. દેડીયાપાડાની જાહેર જનતાને જણાવ્યુ હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં લઇ દેડીયાપાડા વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તા.૧૦/૦૪/૨૦૨૧ શનિવાર થી તા. ૧૨/૦૪/૨૦૨૧ સોમવાર સુધી સતત ત્રણ દિવસ દેડીયાપાડા બજાર બંધ રાખવામાં આવશે. ત્યાર બાદ પરિસ્થિતીને ધ્યાનમાં રાખી બજાર ખોલવામાં આવશે. લોકડાઉન  દરમ્યાન દૂધ, મેડિકલ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવશે. જો કોરોના કેસોની વાત કરવામાં આવે તો ડેડીયાપાડામા 4 અને અને તાલુકામાં કૂલ 6 કેસ નોંધાયા હતા. જયારે સાગબારા તાલુકાના પાટ ગામે કોરોનાનું ટેસ્ટિંગ કરાતા 127 વ્યક્તિમાંથી 40 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ સાગબારા તાલુકો પણ કોરોનની ઝપેટમાં આવી ગયો છે. જિલ્લામાં રોકેટ ગતિએ વધતા જતા કોરોનાના કેસો સામે લોકો જાહેરમાં બહાર ન નીકળે એવી પણ અપીલ થઈ હતી.

દીપક જગતાપ લાઈવ ગુજરાત ન્યુઝ  રાજપીપળા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: