23 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

ચૈત્ર નવરાત્રીમાં પાવાગઢ મંદિર બંધ રહેશે

  • ચૈત્ર નવરાત્રીમાં પાવાગઢ મંદિર બંધ રહેશે
  • કોરોના સંક્રમણના કારણે મંદિર રહેશે બંધ
  • ચૈત્ર નવરાત્રીમાં પાવાગઢ મંદિર બંધ રહેશે
  • ૧૨ થી ૨૮ એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે અને આગામી સપ્તાહથી હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ પણ થઇ રહ્યો છે અને લોકો મોટી સંખ્યમાં વિવિધ શક્તિપીઠ તીર્થધામના દર્શને જતાં હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને ૧૨ થી ૨૮ એપ્રિલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી પવિત્ર ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ ગણાતા પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન હેતુ  ૮ થી ૧૦  લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી ૧૨ થી ૨૮ એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રએ પત્રકાર પરિષદ યોજીને કોરોના સંક્રમણના પગલે  મંદિર બંધ રાખવાની જાહેરાત કરી હતી.  પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૨ થી ૨૮ એપ્રિલ દરમિયાન માચી જતા ત્રણ રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને પાવાગઢ ડુંગર પર ભક્તોને જવા દેવામાં નહીં આવે.આ પહેલા ચૈત્રી અને આસો નવરાત્રિ દરમિયાન માચી અને તળેટી પર એલઇડી સ્ક્રિન લગાવીને માતાના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, આ વખતે એલઇડીથી માતાના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી નથી. જોકે ભક્તો માતાના ઓનલાઇન દર્શન કરી શકશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આસો નવરાત્રી દરમિયાન પણ ગત વર્ષની ૧૬ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખ્યું હતું. કારણ કે, આસો નવરાત્રીમાં ૮ થી ૧૦  લાખ ભક્તો પાવાગઢમાં દર્શન માટે આવે છે. પત્રકાર પરિષદમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા . ડો. લીના પાટીલ, હાલોલ પ્રાંત અધિકારી આલોક ગૌતમ, પાવાગઢ મંદિરના સેક્રેટરી, રાજભાઇ ભટ્ટ અને હાલોલ ડીવાયએસપી એચ.એ. રાઠોડ હાજર રહ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: