23 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન ગંભીર રીતે સંક્રમિત હોય તેમના પર વધુ પ્રભાવી

  • ગંભીર રીતે સંક્રમિતો પર ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન વધુ પ્રભાવી
  • ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન કોવિડ-19ને રોકવામાં 79 ટકા સફળ
  • વિશ્વમાંથી કોવિડ-19નો ખાત્મો કરવામાં વેક્સિનની સફળતાનો દાવો

સંયુક્ત રાજ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં થયેલા પરીક્ષણમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સિન લક્ષણયુક્ત કોવિડ-19ને રોકવામાં 79 ટકા સફળ હોવાનું સામે આવ્યું છે.

અભ્યાસમાં સામેલ કોઈ વ્યક્તિનો રોગ ગંભીર અવસ્થાએ નહોતો પહોંચ્યો અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ પણ નહોતી સર્જાઈ.વધુમાં પરીક્ષણ દરમિયાન 32,000 લોકોને 4 સપ્તાહમાં વેક્સિનના 2 ડોઝ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને 65 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા લોકોમાં વેક્સિન 80 ટકા પ્રભાવી નોંધાઈ હતી.

તેને તૈયાર કરનારા ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડે નવી વસ્તી પર પરીક્ષણ સફળ રહ્યું તેને સારા સમાચાર ગણાવ્યા હતા. સાથે જ તેનાથી વેક્સિનના ઉપયોગને પ્રોત્સાહન મળશે અને તેના દ્વારા વિશ્વમાંથી કોવિડ-19નો ખાત્મો કરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: