12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી થશે કાર્યરત

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી આવતા સોમવારથી ફરી થશે કાર્યરત
  • કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
  • કોરોનાના સમયમાં દર્દીઓનો ઘસારો વધતા સાંજની ઓપીડી કરવામાં આવી હતી બંધ
  • કોરોનાકાળમાં ઓપીડી સવારે 9 થી 1 સુધી હતી કાર્યરત

કોરોનાના કેસમાં રાહત મળતાની સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. એકવાર ફરી સાંજે શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર સમયે દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સવાર તેમજ બપોરની ઓપીડી ચાલુ રાખવાની સાથે સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોનાના કેસો કાબુમાં આવતા વધુમાં વધુ દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે એ ઉદ્દેશથી સિવિલમાં સોમવારથી સવારની સાથે સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે. આ સાથે જ રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.

કોરોના માં રાહત મળવાની સાથે સાથે બપોરની ઓ.પી.ડી. ફરી એકવાર શરૂ કરવા અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે ઓ.પી.ડી.ની મુલાકાત લેતા હોય છે. તેમજ  દર મહિને અંદાજે 90 હજારથી વધુ o.p.d.ની સંખ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત હોય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ વધુમાં જણાવ્યા મુજબ રાજ્ય તેમજ રાજ્ય બહારથી આવતા દર્દીઓની  સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે .  ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં હોઈ અને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો હતો. જો કે હવે સ્થિતિ કાબુમાં આવતા સોમવારથી અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી. ફરી વખત શરૂ કરવામાં બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: