- કોરોના મહામારી વચ્ચે 23 જુલાઈથી ટોક્યોમાં શરુ થશે ઓલિમ્પિક્સ
- ટોક્યો ઓલિમ્પિક્સમાં 50 ટકા ક્ષમતા સાથે દર્શકોને મંજૂરી અપાઈ
- ઓલિમ્પિક રમતોની આયોજન સમિતિએ આ અંગે કરી જાહેરાત
- વધુમાં વધુ 10,000 દર્શકોને આપવામાં આવશે પ્રવેશ
કોરોના મહામારી વચ્ચે 23 જુલાઈથી ટોક્યોમાં ઓલિમ્પિક્સ શરુ થવા જઈ રહી છે. ત્યારે હવે આ તમામ વચ્ચે હવે દર્શકોને પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. ઓલિમ્પિક રમતોની આયોજન સમિતિએ આ અંગે સોમવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આયોજન સ્થળમાં ક્ષમતાના 50 ટકા ક્ષમતા સાથે વધુમાં વધુ 10,000 દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. તેમજ પ્રવેશ આપવામાં આવેલા દર્શકો સ્થાનિક જ રહેશે. આ સાથે જ સમિતિએ ખેલાડીઓ માટે પણ કેટલાક નવા દિશાનિર્દેશ બહાર પાડ્યા છે, જેના અનુસાર ખેલાડી ત્યાં રહીને શું કરી શકે છે અને શું નહીં કરી શકે તેનું એક લીસ્ટ બનાવાયું છે. આ સાથે જ પેરાલિમ્પિક્સ રમતોમાં દર્શકોની હાજરી અંગેનો નિર્ણય 16 જુલાઈના રોજ યોજનારી બેઠકમાં લેવાશે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં 20 હજાર દર્શકોને હાજર રહેવા અંગે અગાઉ નિર્ણય લેવાયો હતો.