12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

લોકસભામાં OBC અમેન્ડમેન્ટ બિલ પાસ, તરફેણમાં 385 વોટ પડ્યા

  • લોકસભામાં ઓબીસી  અમેન્ડમેન્ટ બિલ થયું પાસ
  • ઓબીસી  અમેન્ડમેન્ટ બિલની તરફેણમાં પડ્યા 385 વોટ
  • બિલ પાસ થતાં જ લોકસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત  
  • વિપક્ષમાં એક પણ મત નથી પડ્યો 

રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. ગતરોજ આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બિલની તરફેણમાં 385 વોટ પડ્યા. જ્યારે તેના વિરુદ્ધમાં એક પણ મત ન પડ્યો. સામાજિક ન્યાય અને આધિકારિત મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે સોમવારે આ બિલ રજૂ કર્યું હતું. જેનું નામ સંવિધાન (127મું સંશોધન) ખરડો-2021 છે. બિલ પાસ થતાં જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. આ બિલને બંને ગૃહમાંથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર સામાજિક, શૈક્ષેણિક દ્રષ્ટીથી પછાત વર્ગો (SEBC)નું લિસ્ટિંગ કરી શકશે. રાજ્યોની આ શક્તિ સુપ્રીમ કોર્ટના મરાઠા અનામત મામલે આપવામાં આવેલા નિર્ણય બાદ  કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: