23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કોર્બેટ પાર્ક અને અમાનગઢ વન રેન્જમાં 250 સુધી પહોંચી વાઘની સંખ્યા

  • કોર્બેટ પાર્ક અને અમાનગઢ વન રેન્જમાં 250 સુધી પહોંચી ગઈ વાઘની સંખ્યા
  • 48 વર્ષ અગાઉ કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘ પરિયોજનાનો કરવામાં આવ્યો હતો પ્રારંભ
  • કોર્બેટ ટાઈગર રિઝર્વ વચ્ચેથી પસાર થતી રામગંગા નદી વન્યજીવો માટે લાઈફ લાઈન
  • જિમ કોર્બેટ ખાતે કેમેરા દ્વારા વનના રસ્તાઓ પર રાખવામાં આવી રહી છે નજર

આજે વાઘ દિવસ નિમિત્તે એક તરફ સતત વધી રહેલા મૃત્યુ અને શિકારની ઘટનાઓ ચિંતા વધારે છે તો બીજી તરફ વાઘની વસ્તીમાં થઈ રહેલો વધારો મનને સાંત્વના  આપે છે. સંખ્યાની રીતે જોઈએ તો પ્રકૃત્તિએ એક તક આપી છે, ત્યારે  કોર્બેટ પાર્ક અને અમાનગઢ વન રેન્જમાં વાઘોની સંખ્યા 250 સુધી પહોંચી ગઈ છે.

વાઘ અંગે સકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાઓ પર ચર્ચા કરવાની અને સંરક્ષણને કાગળો પરથી ધરાતલ પર ઉતારવાની જરૂર છે. બિજનૌરના કાલાગઢ ખાતે કોર્બેટ ટાઈગર રિઝર્વમાં વાઘોની સંખ્યા 250 થઈ ગઈ છે. 48 વર્ષ અગાઉ કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાઘોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય વાઘ પ્રાધિકરણની માર્ગદર્શિકા મીલનો પથ્થર સાબિત થઈ છે. 1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બન્યા બાદ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં 1 એપ્રિલ, 1973ના રોજ વાઘ પરિયોજનાની શરૂઆત પણ કરવામાં આવી હતી. સૌથી પહેલા નેશનલ પાર્કના ઢિકાલા ઝોનમાં તેને લાગુ કરવામાં આવી હતી. તે સમયે આખા દેશમાં ફક્ત 268 વાઘ જ ઉપસ્થિત હતા. હાલ ફક્ત કોર્બેટ ટાઈગર રિઝર્વમાં જ 250 વાઘ ઉપસ્થિત હોવાનો દાવો વન વિભાગના અધિકારીઓ કરે છે. વાઘોના સંરક્ષણ માટે ચલાવવામાં આવતી વાઘ પરિયોજનાને રાષ્ટ્રીય વાઘ પ્રાધિકરણ દ્વારા મળતા દિશા-નિર્દેશોથી ગતિ મળી. કોર્બેટ ટાઈગર રિઝર્વમાં વાઘોના સંરક્ષણ માટે થયેલા કાર્યો ના કારણે ત્યાં સમૃદ્ધ વન અને તેમાં રહેલા શાકાહારી જીવ વાઘોના અસ્તિત્વ માટે ખાસ છે. કોર્બેટ ટાઈગર રિઝર્વ વચ્ચેથી પસાર થતી રામગંગા નદી વન્યજીવો માટે લાઈફ લાઈન છે. આ નદી દ્વારા જ વાઘને કાલાગઢથી ઢિકાલા સુધી પૂરતું પાણી પણ મળી રહે છે. રામગંગા નદીની ઘાટી અને શિવાલિકની પહાડીઓમાં વાઘોનું વિચરણ સામાન્ય છે. કાલાગઢના ઉપખંડ અધિકારી કુંદન સિંહ ખાતીના કહેવા અનુસાર જિમ કોર્બેટમાં સૌથી વધારે વાઘ કાલાગઢના જંગલોમાં છે. તેમની સુરક્ષા માટે પેટ્રોલિંગ દળો ઉપરાંત ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજીની સહાય પણ લેવામાં આવી રહ્યો છે. વન ઈ-સર્વિલાન્સ પર છે. કેમેરા દ્વારા વનના માર્ગો વગેરે પર નજર રાખવામાં આવી રહી છે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: