12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

આરટીઓ અંગેના નવા નિયમ પહેલી જુલાઈથી અમલી બનશે

  • સામાન્ય નાગરિકોને આરટીઓના ધક્કામાંથી રાહત આપતા નવા નિયમો
  • ડ્રાઇવિંગ શીખવાડનારા જ  હવેથી તમારો ટેસ્ટ લેશે
  • આરટીઓ અંગેના નવા નિયમ પહેલી જુલાઈથી અમલી બનશે

સામાન્ય રીતે આરટીઓનું નામ આવે એટલે નજર સમક્ષ લાંબી  લાઇનો આવી જાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ બનાવવા માટે આરટીઓના ધક્કા ખાતા નાગરિકો માટે રાહતના સમાચાર છે. હવે તમારે આરટીઓની મુલાકાતે જ નહી જવું પડે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે અધિકૃત ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટર માટે નિયમો બનાવ્યા છે. અહીં માન્યતા પ્રાપ્ત સેન્ટરમાં ઉમેદવારને હાઇ ક્વોલિટી ડ્રાઇવિંગ ટેસ્ટ પૂરો પાડવામાં આવશે. આ ટેસ્ટ ક્લિયર કર્યા પછી ઉમેદવારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતી વખતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરુર જ નહી પડે. બીજા શબ્દોમાં કહીએ તો આરટીઓમાં પગ નહીં મૂકવો પડે. 

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયનું કહેવું છે કે આ ટ્રેનિંગ સેન્ટરમાં સિમ્યુલેટર્સ અને ડેડિકેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હશે. નવા નિયમ પહેલી જુલાઈથી અમલી બનશે. મંત્રાલયનું કહેવું છે કે આ સેન્ટરને ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સ્પેશ્યલાઇઝ્ડ ટ્રેનિંગ પૂરી પાડવાની પણ છૂટ હશે. ઇન્ડિયન રોડવેઝ સેક્ટરમાં કાબેલ ડ્રાઇવરોનો અભાવ મોટો મુદ્દો છે અને રોડ રેગ્યુલેશન્સની જાણકારી ન હોવાના લીધે મોટી સંખ્યામાં અકસ્માતો થાય છે. અધિકૃત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરની માન્યતા પાંચ વર્ષની હશે. તેને રીન્યુ કરાવી શકાશે. અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે અધિકૃત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં લાઇટ મોટર વ્હીકલ્સ ડ્રાઇવિંગ કોર્સનો સમયગાળો કોર્સ શરુ થયાની તારીખથી ચાર સપ્તાહમાં ઓછામાં ઓછા ૨૯ કલાકનો છે. આ કોર્સ થિયરી અને પ્રેક્ટિલ બંને સ્વરુપમાં હશે. જ્યારે મીડિયમ અને હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગ કોર્સનો સમયગાળો છ અઠવાડિયામાં ૩૮ કલાકનો હશે. આ અભ્યાસક્રમ પણ થિયરી અને પ્રેક્ટિકલના સ્વરૂપમાં હશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: