12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રવિવારથી “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ ” અભિયાન થશે શરુ

  • રવિવારથી “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાન થશે શરુ
  • ૮ મહાનગર પાલિકા અને અન્ય નગર પાલિકામાં શરુ કરાશે અભિયાન
  • રાજ્યને કોરોના મુક્ત બનાવવા માટે અભિયાન : પ્રદીપસિંહ જાડેજા
  • લોકડાઉન વગર કોરોના પર કાબુ મેળવવા તરફ રાજ્ય અગ્રેસર

ગુજરાતમાં હાલની કોરોનાની પરિસ્થિતી અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંજ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, કોરોનાના બીજા વેવમાં બેડ હોય કે ઓક્સિજનની વ્યવવસ્થા સરકાર દ્વારા તમામ જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવવામાં આવી છે. ગુજરાતમાં આજે રિકવરી રેટ ખુબ જ સારો છે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર રાજ્યમાં મારુ ગુજરાત કોરોનામુક્ત ગુજરાત બને તે માટે 18000 ગામડાઓમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી મંત્રી અને પદાધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાતની 50 ટકા જેટલી વસ્તી શહેરોમાં વસે છે. ગુજરાતનાં 8 મહાનગર અને બિજા નગરપાલિકાઓને પણ આપણે વોર્ડ કોરોના મુક્ત બને તે માટે રવિવારથી જુદા જુદા મહાનગરોમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.અમદાવાદમાં મહેસુલમંત્રી કૌશિક પટેલ બીજા મંત્રી તરીકે હું પોતે હાજર રહેવાનો છું. સુરતમાં કુમાર કાનાણી અને ગણપત વસાવા, વડોદરામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને યોગેશ પટેલને જવાબદારી સોંપાઇ છે. ભાવનગરમાં સૌરભ પટેલ અને વિભાવરી દવેને જવાબદારી સોંપાઇ છે. ગાંધીનગરમાં દિલીપ ઠાકોર અને કુંવરજી બાવળીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢમાં જવાહર ચાવડા હાજર રહેશે.મંત્રીઓી જુદા જુદા મહાનગરની જવાબદારી સોંપી છે. જે મંત્રીઓને જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે ત્યાં સ્થાનિક નગરપાલિકાઓની મુલાકાત લેશે. મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ હેઠળ મુખ્યમંત્રી દ્વારા એક્શન પ્લાન બનાવાયો છે. નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: