- વઢવાણના વડનગરમાં બન્યો હત્યાનો બનાવ
- પુત્ર અને વહૂએ સાથે મળી કરી ૬૦ વર્ષના વૃદ્ધાની હત્યા
- બે દિકરા મનસુખ, ભરત અને પુત્રવધૂ સંગીતાએ કરી હત્યા
- માથામાં હથિયારના ઘા કરી ભાગી ગયા આરોપી
- ઈજાગ્રસ્ત વૃદ્ધાએ રાજકોટમાં લીધા અંતિમ શ્વાસ
સુરેન્દ્રનગરના વઢવાણ તાબેના વડનગરમાં રહેતાં ૬૦ વર્ષના સવિતાબેન શંકરભાઇ ઉધરેજીયા (દેવીપૂજક)ને તેના જ બે દિકરા મનસુખ, ભરત અને મનસુખની પત્ની સંગીતાએ મળી માથામાં કોઇ તિક્ષ્ણ હથીયારના ઘા કરી મૃત્યુ નીપજાવતા ચકચાર મચી જવા પામી છે.
વિઓ :-પ્રાપ્ત માહિતી મુજબ વડનગર રહેતાં સવિતાબેનને ગઇકાલે સાંજે લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતામાં સવિતાબેનને લાવનાર તેના નાના દિકરા રણજીતે માતા પર પોતાના જ સગા બે ભાઇઓ મનસુખ, ભરત અને ભાભી સંગીતા મનસુખે હુમલો કયોનું કહેતાં સુરેન્દ્રનગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.રાજકોટ સારવાર દરમિયાન વહેલી સવારે સવિતાબેને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. તેમના માથામાં કોઇ તિક્ષ્ણ હથીયારના ઘા કરાયા હતાં. દિકરા રણજીતે કહ્યું હતું કે હું કડીયા કામ કરુ છું. મારે સંતાનમાં એક ૮ વર્ષનો પુત્ર રણવીર છે. મારી ઘરવાળી આગ્રા તેના માવતરે ગઇ છે અને ત્યાં કાજુબદામ વેંચે છે. હું, મારા ભાઇઓ, મા, ભાભી બધા એક જ ફળીયે અલગ અલગ રહીએ છીએ. મારા બા સાથે ભાઇઓ અને ભાભી અવાર-નવાર પૈસા માટે અને બીજી બાબતે ઝઘડા કરતાં હતાં. ગઇકાલે હું સાંજે કામેથી ઘરે આવ્યો ત્યારે બા લોહીલુહાણ હાલતમાં પલંગ નીચે પડેલા દેખાયા હતાં. અડોશી પડોશીઓએ કહ્યું હતું કે તેને મનસુખ, ભરત અને સંગીતા માર મારીને ભાગી ગયા છે. મેં માતાને સુરેન્દ્રનગર હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ ખસેડ્યા હતાં.રણજીતે આક્ષેપ કર્યો છે કે મારા ૮ વર્ષના દિકરાને પણ મારા ભાઇઓ અને ભાભી પોતાની સાથે લઇ ગયા છે. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરતાં ત્યાંથી રાજકોટ ફરિયાદ નોંધવા આવવા તજવીજ કરી હતી.
દીપક સોલંકી લાઈવ ગુજરાત ન્યુઝ સુરેન્દ્રનગર