23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે મિશન પૂર્ણ થયું નહીં

  • ઈસરોના નવા રેકોર્ડ પર લાગ્યું ગ્રહણ
  • અર્થ ઓબ્જેર્વેશન સેટેલાઇટનું લોન્ચિંગ બન્યું નિષ્ફળ
  • ઉપગ્રહ આજે સવારે 5.43 કલાકે  શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભરી હતી ઉડાન
  • ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે મિશન  બન્યું નિષ્ફળ
  • ઇસરો ટૂંક સમયમાં જાહેર કરશે લોન્ચિંગની નવી તારીખ  

ઈસરો ગુરુવારે નવો રેકોર્ડ રચવા જઈ રહ્યું હતું. પરંતુ ટેકનીકલ ખામી ને કારણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-03)નું લોન્ચિંગ નિષ્ફળ રહ્યું છે. આ ઉપગ્રહ આજે સવારે 5.43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, પરંતુ નિર્ધારિત સમયની થોડીક સેકંડ પહેલા ત્રીજા તબક્કામાં (ક્રાયોજેનિક એન્જિન) ખામીને કારણે તે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો. હવે તેની નિષ્ફળતા પછી, ઇસરો ટૂંક સમયમાં નવી લોન્ચ તારીખ જાહેર કરશે.

ટેકનીકલ ખામી ને કારણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-03)નું લોન્ચિંગ નિષ્ફળ રહ્યું છે. આ ઉપગ્રહ આજે સવારે 5.43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, પરંતુ નિર્ધારિત સમયની થોડીક સેકંડ પહેલા ત્રીજા તબક્કામાં (ક્રાયોજેનિક એન્જિન) ખામીને કારણે તે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો. વધુ માહિતી અનુસાર  ટેકનિકલ મુશ્કેલીઓને કારણે, મિશન કંટ્રોલ સેન્ટરે સંકેતો અને ડેટા પ્રાપ્ત કરવાનું બંધ કરી દીધું. આ પછી, ઇસરોના ચેરમેન કે સિવને કહ્યું કે મિશન પૂર્ણ થઈ શક્યું નથી. આ ઉપગ્રહને ‘આઈ ઇન ધ સ્કાય’ એટલે કે આકાશની આંખ કહેવામાં આવતું હતું. આ પ્રક્ષેપણથી ઇસરોની પ્રવૃત્તિઓને પણ વેગ મળશે તેવી અપેક્ષા હતી, જે કોરોના મહામારીને કારણે અટકી ગઈ હતી. EOD-03 નું લોન્ચિંગ પણ અગાઉ 3 વખત ટેક્નિકલ કારણો અને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે તેની નિષ્ફળતા પછી, ઇસરો ટૂંક સમયમાં નવી લોન્ચ તારીખ જાહેર કરશે.

શું છે આ અર્થ ઓબ્જેર્વેશન સેટેલાઇટ… ?

આ સેટેલાઇંટને જીયો ઇમેજિંગ સેટેલાઇટ -1 (GISAT-1) પણ કહેવામાં આવે છે. તેના દ્વારા ભારતની સાથે સાથે ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ નજર રાખી શકાય છે. આ કારણોસર આ ઉપગ્રહને આઈ ઇન ધ સ્કાય પણ કહેવામાં આવે છે.અંતરિક્ષ રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે હાલમાં જ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અર્થ ઓબ્જેર્વેશન સેટેલાઇટ (EOS-03) દરરોજ સમગ્ર દેશના 4-5 તસ્વીરો મોકલશે. આ ઉપગ્રહની મદદથી, જળ સંસ્થાઓ, પાક, વાવાઝોડા, પૂર અને જંગલ આવરણમાં થતા ફેરફારોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે. તે મોટા વિસ્તારની વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડવા સક્ષમ છે. આ ખૂબ જ ખાસ છે, કારણ કે અન્ય રિમોટ સેન્સિંગ ઉપગ્રહો નીચલા ભ્રમણકક્ષામાં છે અને તેઓ નિયમિત અંતરાલ પછી સ્થળ પર પાછા ફરે છે. તેની સરખામણીમાં, EOS-03 દિવસમાં ચાર-પાંચ વખત દેશનો ફોટો પાડશે અને વિવિધ એજન્સીઓને હવામાન અને આબોહવા પરિવર્તનનો ડેટા મોકલશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: