24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ

  • આઝાદીની લડત વખતનો વિજયનગરનો પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ
  • જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો હતો આ હત્યાકાંડ
  • પાલ દઢવાવ ગામે અંગ્રેજોએ એકસાથે ૧૨૦૦ લોકો પર વરસાવી હતી ગોળીઓ
  • આ તમામ લોકોની હત્યા કરી કુવામાં ફેંકી દીધા હતા અંગ્રેજોએ
  • આ શહિદોની યાદમાં બનાવવામાં આવ્યું છે શહિદ વન અને વીરાંજલી વન

આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ સાબરકાંઠાના ઈતીહાસમાં રયાયો હતો. અહીના વિજયનગરના વનવાસીઓની અંગ્રેજો દ્વારા સરેઆમ ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. તો આજે અમે તમને બતાવશુ કે 1200 જેટલા આદિવાસી લોકોને એક સાથે એંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કુવામાં ફેકી દીધા હતા. આજે પણ અહીના લોકો આ જગ્યાએ આવી શહીદોને યાદ કરીને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે…

આઝાદીના સંગ્રામમાં 1919ના જલીયાવાલા બાગનો હત્યાકાંડ ઈતિહાસના પાના પર અંકિત થયેલ છે. પરંતુ આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ પણ જલીયાવાલા કાંડ કરતા પણ મોટો હત્યાકાંડ બની ચુક્યો છે… દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદીવાસી વીસ્તાર માટે કાળો સાબિત થયો હતો… રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર સેનાની મોતીલાલ તેજાવત બ્રીટીશ સરકાર સામે લગાન વધારવા અને ઝુલમ સામે પાલ ગઢવાવ પાસે આવેલ નદી પાસે આવેલ 7 આંબા હતા હતા અને એની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા… આ સભાના સમાચાર જાણી બ્રિટીશ અર્ધ લશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા… પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ ગોડી છુટતા એકઠા થયેલા લોકો પર એંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખુની ખેલ ખેલી દીધો… અને લાશોને કુવામાં નાખી દીધી

પહેલા વિશ્ર્વયુદ્ધ બાદ આઝાદી મેળવવાની આશા હતી પણ દેશના લોકોએ અને આંદોલનો દેશના ખુણે ખુણે ચલાવવા લાગ્યા દેશની પ્રજા પણ અંગ્રેજોની વેઠ અને કરવેરા ભરવા છતા ભુખેમરતી હતી અને આની સામે રાજસ્થાનના મેવાડ શ્રી મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ શરૂઆત કરી હતી… પાલ દઢવાવ પાસે એક મેદાનમાં આ લોડિયાડ જંગ ખેલાયો અને ત્યારબાદ આ દિવાલ પાછડ આવેલ કુવામાં લાશોનો ઢગલો ખડકાયો હતો… તો કેટલાક વર્ષો સુધી તો કુવામાંથી લાલ પાણી પણ આવતુ હતુ તો અસ્થિઓ પણ કુવામાંથી મળી હતી…આ લોહકાંડ ઘટનાને 1922માં દબાવી દેવામાં આવી હતી કારણ કે હત્યાકાંડમાં 1200 થી વધુ લોકોને બંદુકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા હતા જે ખુબજ કમકમાટી ભર્યા સમાચાર હતા અને આ પાલ દઢવાવ પણ જેતે સમયે જંગલ વિસ્તાર હતો સાથે રાજસ્થાનને અડીને ડુંગરાડ વિસ્તારમાં આ ઘટના બની હતી અંગ્રેજો દ્રારા આ વાત બહારના જાય તે માટે પણ લોકો ઉપર જુલ્મો કર્યા હતા અન વાતને દબાવી દેવામાં આવી હતી…અહીના આદીવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકોગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનુ ચાલુ રાખ્યુ છે…

પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઢળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા હજ્જારોની જન મેદની ઉમટી પડી હતી ત્યારે અંગ્રેજ અફસર એસ.જી.શટરે ઉંચી ટેકરી પર મશીનગર ગોઢવીને ફાયરીંગ કર્યુ હતુ અને જોત જોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી ત્યા એક આંબાવાડી પાસે આવેલા કુવામાં લાશો નાખી દેવામાં આવી હતી અને અંગ્રેજોએ કરેલા ગોડીબારની ગોડીઓ આંબા ના વ્રુક્ષો માંથી મળી આવી હતી… આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પુરતો છે અને આ ઘટનાને હજુ પુરતી પ્રસિધ્ધી પણ મળી નથી જેને લઈને સ્થાનિકોની માંગ છે કે આ ઘટનાને લોકો જાણે… તો સરકારે જે વિરાંજલી વન બનાવ્યુ તે પણ આ ઘટનાસ્થળથી દુર બનાવ્યુ છે જો અહિ બનાવે તેવી પણ લોક માંગ ઉઠી છે…

જે હત્યાકાંડ સર્જાયો હતો તે જગ્યા છે દઢવાવ, અને આ દિવાલની પાસે જ કુવો હતો અને દિવાલની બાજુમાં 7 થી વધુ આંબા ના ઝાડ હતા સમય જતા એ ઝાડ સુકાઈ ગયા અને કાપ્યા તો તેમાંથી ગોડીઓ પણ મળી હતી… આ શહિદોની યાદમાં શહિદ વન અને વીરાંજલી વન પણ બનાવ્યા છે અને 1200 જેટલા ઝાડ પણ વાવવામાં આવ્યા છે પરંતુ જે ઘટના બની હતી એ સ્થળથી દુર હે વન બનાવ્યા છે તો સ્થાનિકો હાલ તો માંગ છે કે જે હત્યા કાંડ સર્જાયો હતો એ જગ્યાએ કંઈ કરવામાં આવે કંઈ બનાવવામાં આવે તો લોકોને પણ મામલે જાણકારી મળી રહે કારણ કે આવનારી પેઢી તો આ સમગ્ર હત્યા કાંડ માંમલે અજાણ હશે તો જે બનાવની જગ્યા છે ત્યા કંઈ બને તેવી માંગ ઉઠી છે…

આઝાદી માટેની આ લડતમાં પાલ દઢવાવની આ એક જ શહાદતમાં બારસો વીરો એ જીવનુ બલિદાન આપ્યુ હતુ પરંતુ હજુ ઈતિહાસના પાનાઓ પર એકપણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી તેનો હજુ વસવસો અહિના સ્થાનિકોમાં જોવા મળ્યો છે… જો આ સહાદતની પણ ઈતિહાસ માં નોધ લેવાય તેવી માંગ પણ ઉઠી છે.

પ્રફુલ બારોટ લાઈવ ગુજરાત ન્યુઝ સાબરકાંઠા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: