12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મમતા સરકારે ૩૦ મે સુધી લોકડાઉન જાહેર કર્યું

  • પશ્ચિમ બંગાળમાં પણ જાહેર કરાયું સંપૂર્ણ લોકડાઉન
  • ૧૬ મે થી ૩૦ મે સુધી પશ્ચિમ બંગાળમાં લાગુ રહેશે લોકડાઉન
  • વધતા કોરોના સંક્રમણ વચ્ચે મમતા સરકારે લીધો લોકડાઉનનો નિર્ણય
  • વિધાનસભા ચુંટણી પુર્ણ થતા જ કોરોના કેસોમાં નોંધાયો હતો વધારો

દેશમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે અનેક રાજ્યો એ લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે વધુ એક રાજ્યએ પોતાના રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા મમતા સરકારે ૩૦ મે સુધી રાજ્યમાં પ્રતિબંધો લાદી દીધા છે. કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ખુલી રહેશે. જ્યારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બેંક ખુલશે તે ઉપરાંત લોકડાઉન દરમ્યાન સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. સાથે સાથે  લોકલ ટ્રેન, બસ સેવા પણ બંધ રહેશે. તમામ સ્કૂલ પણ બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાન સભા ચુંટણી પૂર્ણ થતા જ પશ્ચિમ બંગાળમાં કોરોના કેસોનો આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો હતો. સાથે સાથે ચુંટણી પૂર્ણ થયાના થોડા દિવસો બાદ જ રાજ્યમાં અનેક પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા હતા. આ અગાઉ અનેક રાજ્યોએ પણ લોકડાઉન કરવાની અથવા તો લોકડાઉનની મુદ્દતમાં વધારો કર્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: