14 C
Ahmedabad
Sunday, January 23, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર

  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર
  • સુપ્રીટેન્ડેન્ટના રાજીનામાં બાદ અન્ય ત્રણ ડૉક્ટર્સનાં રાજીનામાં
  • બી.જે.મેડિકલ કોલેજના ડિન ડો.પ્રણય શાહે આપ્યું રાજીનામું
  •  મેડિસિન યુનિટના હેડ ડો.બીપીન અમીને આપ્યું રાજીનામું
  • એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહે પણ આપ્યું રાજીનામુ
  • અંગત કારણોસર રાજીનામા આપ્યા હોવાનો દરેકનો મત

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના વડા તરીકે જે વી મોદીએ આપેલા રાજીનામાંનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરાયાના બીજા દિવસે સિવિલ હોસ્પિટલના વધુ ત્રણ ટોચના ડોક્ટરોએ રાજીનામાં આપી દેતાં સમગ્ર આરોગ્ય વિભાગમાં ભૂંકપ સર્જાય ગયો છે.

કોરોના કાળ દરમિયાન વિવાદમાં રહેલા સિવિલ હોસ્પીટલના તત્કાલીન વડા જે વી મોદીના રાજીનામાંનો સ્વીકાર કરાયાની ચર્ચા હજુ તો ચાલી જ રહી છે ત્યાં તો ગુરુવારે સિવિલ હોસ્પીટલના વધુ ત્રણ અગ્રણી ડોક્ટરોએ રાજીનામાં આપી દેતાં સિવિલ હોસ્પિટલથી લઇ ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગમાં અનેક તર્ક વિતર્ક શરુ થઇ ગયા છે. આ અંગે વધુમાં મળતી માહિતી અનુસારબુધવારે સિવિલ હોસ્પીટલના સુપ્રીટેન્ડેન્ટના રાજીનામાં બાદ ગુરુવારે અન્ય ત્રણ ડૉક્ટરે  રાજીનામા આપી દીઘા છે.જેમાં બી.જે.મેડિકલ કોલેજના ડિન ડો.પ્રણય શાહ, મેડિસિન યુનિટના હેડ ડો.બીપીન અમીન અને એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહનો સમાવેશ થવા જાય છે.સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય ડોક્ટરોએ અંગત કારણોસર રાજીનામાં આપ્યા છે. પરંતુ બે દિવસમાં જ સિવિલ હોસ્પીટલના વડા સહિત અન્ય ત્રણ અગ્રણી ડોકટરના રાજીનામાંથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ રાજીનામાં પાછળ ડોકટરોની પરસ્પર રાજનીતિ છે કે પછી આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓની રાજનીતિ છે તે તો સમય આવે જ ખબર પડશે.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: