22 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

વાવાઝોડાની આગાહીના પગલે જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક બન્યું

  • વાવાઝોડાની આગાહીના પગલે જાફરાબાદ ફિશરીઝ વિભાગ બન્યું સતર્ક
  • ફિશરીઝ વિભાગે વિવિધ બોટ એસોસિએશનના માછીમારોને કર્યા એલર્ટ
  • ૧૬ મે સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને કારણે દરિયો ન ખેડવા કરી અપીલ  

કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાતના દરિયા કિનારે વાવઝોડું 16મીએ ટકરાઈ શકે છે. આ પ્રકારની હવામાન વિભાગની આગાહીને લઈ જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત તમામ માછી મારોને બોટ સાથે 16 મી તારીખ સુધીમાં પરત આવવા માટે આદેશ આપતાની સાથે જાફરાબાદનું તંત્ર વાવાજોડા સામે એલર્ટ થયુ છે. ફિશરીજ વિભાગ દ્વારા વિવિધ બોટ એસોસિએશન વિભાગને જાણ કરી દેવામાં આવ્યા છે. હાલ કોઈ અસર નથી પરંતુ તકેદારીના ભાગ રૂપે તમામને એલર્ટ આપી દેવાયુ છે. જાફરાબાદ ફિશરીઝ અધિકારી જે.પી.તોરણીયાનો સંપર્ક કરતા કહ્યું હતું કે, આજે ઉપર થી સૂચના આવી છે. વાવઝોડા સંદર્ભમાં જાફરાબાદના માછીમારોને 16 તારીખ સુધીમાં કિનારે પરત ફરી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

બાબુ વાઢેળ લાઈવ ગુજરાત ન્યુઝ જાફરાબાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: