24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના સંક્રમણ વધતા IPL ટુર્નામેન્ટ રદ કરાઇ

  • IPL પર સંક્રમણનું ગ્રહણ
  • IPL ટુર્નામેન્ટ રદ કરાઇ
  • વધુ બે ખેલાડી સંક્રમિત થતાં ટુર્નામેન્ટ રદ કરાઇ
  • ક્રિકેટર રિદ્ધિમાન સાહા અને અમિત મિશ્રાને કોરોના

ગત રોજ કોરોના સંક્રમણની અસરમાં આવી ગયેલ હાઈ પ્રોફાઈલ આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગને મંગળવારે રદ્દ કરી દેવામાં આવી છે.વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ મંગળવારે વધુ બે ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ સમગ્ર સ્પર્ધા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.

વિશ્વના સૌથી ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ આખરે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે, કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે સમગ્ર સ્પર્ધા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,આઈપીએલના અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ બોર્ડ દ્વારા સ્પર્ધા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે કારણ કે વધતા જતા કેસના કારણે અનેક ભારતીય સહિત વિદેશી ખેલાડીઓ ઘરે પરત ફરવાનો વિચાર કરી રહ્યા હતા.

ગત રોજ સોમવારે અમદાવાદ ખાતે રમાનારી કોલકતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાનારી મેચ કોરોનાના કારણે ટાળી દેવામાં આવી હતી.કોલકતા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ વરુણ ચર્ક્વર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર કોરોના પોજીટીવ આવ્યા હતા, આઇપીએલ ગવર્નીંગ કાઉન્સિલના સભ્યના જણાવ્યા અનુસાર મંગળવારે અમિત મિશ્રા અને રીધિમાન સાહા પણ પોજીટીવ આવ્યા બાદ સ્પર્ધા રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઇઝીએ પણ પૃષ્ટિ કરી છે, ચેન્નઈ સુપર કિંગ્સના બે સભ્ય બોલીગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બસના ક્લીનરનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો.સીઈઓ કાશી વિશ્વનાથનો બીજો રીપોર્ટ સોમવારે સાંજે નેગેટીવ આવ્યો હતો જો કે બાલાજી અને બસના ડ્રાઈવરનો રીપોર્ટ પોજીટીવ જ આવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે અનેક ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ કોરોનાના વધતા જતા કેસના લીધે પહેલાથી જ વતન પરત ફર્યા છે,જેમાં એડમ જમ્પા,એન્ડ્ર્યુ ટ્રાય અને કેન રીચાર્ડસન સામેલ છે.રાજસ્થાન રોયલના બેટ્સમેન લીયામ લિવિંગસ્ટને પણ બાયો બબલના થાકથી તંગ આવી ઇંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.આ વચ્ચે દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્રન પણ ૨૫ એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: