25 C
Ahmedabad
Sunday, November 28, 2021
spot_imgspot_img

Latest Posts

ભારતીય વાયુસેના હવે બનશે વધુ શક્તિશાળી

  • ભારતીય વાયુસેના હવે બનશે વધુ શક્તિશાળી
  • કેન્દ્ર સરકારે 56 C-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી
  • ભારતની અંદર પ્રાઇવેટ કંપની તરફથી તૈયાર કરવામાં આવશે સૈન્ય એરક્રાફ્ટ
  • 56 વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટની સાથે કરવામાં આવશે તૈયાર

કોઈ પણ દેશની સુરક્ષા તેના સંરક્ષણ દળ પર નિર્ભર કરતી હોય છે. જેટલું સંરક્ષણ દળ મજબુત એટલો જ દેશ સુરક્ષિત. અને એમાંય ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકાર તરફથી સતત પગલા પણ ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સુરક્ષા મામલાની સમિતિએ બુધવારે ભારતીય વાયુસેના માટે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી પણ આપી દીધી છે.

ભારતીય સૈન્યની જો વાત કરીએ તો આપણી ત્રણેય સેના હંમેશા દેશના રક્ષણ માટે સજ્જ રહી છે. અને ભારતીય સરકાર પણ સેનાને સહાય કરવા હંમેશા તૈયાર રહેતી હોય છે.ત્યારે વાયુસેના માટે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની જે મંજૂરી અપાઈ છે. તે એવા પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે, જેમાં ભારતની અંદર પ્રાઇવેટ કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે એવું કહ્યું કે, બધા 56 વિમાનોને આપણા દેશના જ ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટની સાથે તૈયાર કરવામાં આવશે. સરકારે એવું પણ કહ્યુ છે કે, આ કાર્યક્રમ દેશના એયરોસ્પેસ ઇકોસિસ્ટમમાં  રોજગાર સર્જન માં ઉત્પ્રેરકના રૂપમાં પણ કાર્ય કરશે અને તેનાથી પ્રત્યક્ષ રૂપથી 600 નોકરીઓ, 3 હજારથી પણ વધુ પરોક્ષ નોકરીઓ તથા વધારાની 3 હજાર મધ્યમ કૌશલ્યની નોકરીઓ સર્જાય તેવી આશા પણ અપેક્ષા છે.રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ જ પ્રોજેક્ટ છે. જેમાં એક ખાનગી કંપની દેશની વાયુસેના માટે લશ્કરી વિમાનો પણ બનાવશે. આ બધા જ 56 વિમાનો હાઇટેક ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનોથી પણ સજ્જ હશે. જેથી તેઓ યુદ્ધના મેદાનમાં સૈનિકોને કોઈપણ મુશ્કેલી વિના સહાયતા કરી શકે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: